તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વઘઈ સાપુતારા માર્ગ પર બે અકસ્માત

વઘઈ-સાપુતારા માર્ગ પર બે અકસ્માત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઘઈ-સાપુતારા રાજ્ય ધોરીમાર્ગ પર બે જુદા જુદા વાહન અકસ્માતમાં એકને ગંભીર ઈજા થાવ સાથે વાહનનો કચ્ચરઘાણ થવા પામ્યો છે.
મળતી માહિતી મુજબ વઘઈ-સાપુતારા માર્ગ પર આવેલા બોટાનિકલ ગાર્ડન નજીક ચીખલીથી નાસિક તરફ ખાલી દૂધનું ટેન્કર (નં. જીજે-૨૧-વી-૨૦૭૮) તથા સાપુતારાથી વાંસદા તરફ જતુ ડમ્પર (નં. જીજે-૨૧-વાય-૧૬૧૨) સામસામે ધડાકાભેર અથડાતા બંને વાહનોનો કચ્ચરઘાણ થવા સાથે માર્ગની બાજુના ખાડામાં ખાબકયા હતા. સામસામે ભટકાયેલાડમ્પર-ટેન્કરના ધડાકાથી બોટાનિકલ ગાર્ડન જોવા આવેલા પ્રવાસીઓ દોડી જતા થોડા સમય માટે ટ્રાફિક અવરોધાયો હતો. આ અકસ્માતમાં બંને વાહનોના ચાલક-કિલનરને નજીવી ઈજા થતા ચમત્કારિક બચાવ થયો હતો. બાદમાં પોલીસે ટ્રાફિક પૂવeવત કર્યો હતો.
સુરતની કારને અકસ્માત થતાં એક ગંભીર
બીજા અકસ્માતમાં વઘઈ-સાપુતારા માર્ગ પર આવેલા રંભાસ ફાર્મ નજીકના તીવ્ર વળાંક પર સુરતથી શિરડી સાંઈબાબાના દર્શનાર્થો જઈ રહેલી એસેન્ટ કાર (નં. જીજે-પ-સીઆર-૮૬૮)ના ચાલકે પૂરપાટ અને ગફલતભરી રીતે હંકારી સાપુતારાથી વાંસદા તરફ જતી ટ્રક (નં. એમએચ-૧૮-એમ-૭૨૧૧)ને ધડાકાભેર સામેથી અથડાવી દેતા કારમાં બેઠેલા દર્શનાથીg પૈકી કેતનભાઈ ચીમનભાઈ પટેલ (ઉ.વ. ૩૨, રહે. રત્નાગીરી સોસાયટી, ભટાર રોડ, સુરત)ને ગંભીર ઈજા પહોંચતા પ્રથમ ૧૦૮ દ્વારા વઘઈ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપી વધુ તબિયત લથડતા સુરત સિવિલમાં ખસેડાયા હતા. જ્યારે કારમાં બેઠેલા અન્યને નાની-મોટી ઈજા થતા તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની સાથે આવતી અન્ય કારમાં બેસાડી સુરત રવાના કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. ટ્રકચાલકે કારચાલક વિરૂદ્ધ ફરિયાદ આપતા વઘઈ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.