તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ગણદેવી પાલિકા જિલ્લામાં શ્રેષ્ઠ પાલિકા ઘોષિત

ગણદેવી પાલિકા જિલ્લામાં શ્રેષ્ઠ પાલિકા ઘોષિત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત ગૌરવદિન ૧લી મેની રાજ્યકક્ષાની ઉજવણી નવસારી જિલ્લામાં કરાઈ હતી ત્યારે જિલ્લામાં વિવિધ સ્પધૉઓનું જિલ્લા કલેકટર દ્વારા આયોજન કરાયું હતું, તેના પરિણામો જાહેર કરાતા ગણદેવી પાલિકાને જિલ્લામાં શ્રેષ્ઠ નગરપાલિકા તરીકે ઘોષિત કરાતા અત્રે ગણદેવી પાલિકા અને ભાજપ પરિવારમાં સમગ્ર દિવસ દરમિયાન આનંદનું વાતાવરણ રહ્યું હતું. નગરના વોર્ડ નં. ૫ સંસ્કારધામને પ્રથમ, કાદીપોરને િદ્વતીય અને નીરજાવાડને તૃતીય મહોલ્લા તરીકે પણ આ સાથે ઘોષિત કરાયા હતા. પાલિકા પ્રમુખ શોભાબેન મોરે, ઉપપ્રમુખ પ્રાણલાલ પટેલ, કારોબારી અધ્યક્ષ ગોપાલભાઈ ગોહિલ, ચીફ ઓફિસર ધર્મેશભાઈ ગોહિલ, કાઉિન્સલરો તેમજ પાલિકા કર્મચારીઓએ અભિનંદન આપ્યા હતા.