તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • નવસારી જિલ્લાનો વરસાદ

નવસારી જિલ્લાનો વરસાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી જિલ્લામાં શનિવારે દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણમાં સુર્યદેવતાએ સંતાકુકડી સાથેે લોકોને દર્શન આપ્યા હતા. ક્યાંક ક્યાંક ઝરમર વરસાદ પણ નોંધાયો હતો.
વરસાદની શરૂઆતને આજે એક માસ થયો છે. ૬ઢ્ઢી જુલાઈના રોજ સવારે ૬ વાગ્યા સુધી વિતેલા ચોવીસ કલાક દરમિયાન સૌથી વધુ ગણદેવી તાલુકામાં ૭૫ મિ.મિ. એટલે કે ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લા પુરકક્ષ દ્વારા મળેલી વગિત આ મુજબ છે.
શનિવારે સવારે પુરા થતાં ૬ વાગ્યા સુધીમાં નવાસારી તાલુકામાં ૧૪ મિ.મી.,જલાલપોરમાં ૦૪ મિ.મી.,ગણદેવીમાં ૭૫ મિ.મી., વાંસદા તાલુકામાં ૬૩ મિ.મી.,ચીખલી તાલુકામાં ૨૯ મિ.મી. વરસાદ નોંધાયો હતો.શનિવારના રોજ દિવસ દરમિયાન સમગ્ર નવસારી જિલ્લામાં ખાસ વરસાદ નોંધાયો ન હતો પરંતુ સૂરજ અને વાદળની રમત જોવા મળી હતી.