તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ ૫ દી’ પછી

સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ ૫ દી’ પછી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્રમાં શુક્રવારે રાજકોટ, જામનગર અને જુનાગઢ જિલ્લામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો હતો. પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ માટે હજુ પાંચ દિવસ રાહ જોવી પડશે. હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા મુજબ, મધ્યપ્રદેશ ઉપર છવાયેલું લો પ્રેશર બંગાળની ખાડીના મોનસૂન ટ્રફ સાથે ભળી નબળું પડયું છે. પરિણામે સૌરાષ્ટ્રમાં શનિવારથી આકાશ કંઇક અંશે ચોખ્ખું બનવા લાગશે. બીજી તરફ એક નવું લો પ્રેશર આકાર લઇ રહ્યું છે. જેને કારણે તા.૧૦ પછી ધોધમાર વરસાદ વરસી શકે છે.