• Gujarati News
  • માછી દીગસ ગામેથી રોયલ્ટી વગર પાંચ ટ્રકો ભૂસ્તર વિભાગે પકડી પાડી

માછી -દીગસ ગામેથી રોયલ્ટી વગર પાંચ ટ્રકો ભૂસ્તર વિભાગે પકડી પાડી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માછી- દગિસ ગામે ગુરુવારની મોડી સાંજે સુરત ખાણ ખનિજ વિભાગની ટીમે ગેરકાયદે રેતી ભરીને રોયલ્ટી વગરની પાંચ ટ્રકોને પકડી પાડી હતી. નદીમાં ગેરકાયદે રેતી ખનન કરતી નાવડીઓ પાઈપો છૂટા કરી નાસી છૂટયા હતાં.
પ્રા થતી માહિતી અનુસાર કામરેજ તાલુકામાંથી પસાર થતી સૂર્યપુત્રી તાપી નદીમાં ઘલા, ડુંગરા અને હાલ માચી દગિસમાંથી ગેરકાયદે રેતી ખનન પૂરજોશમાં ચાલે છે. વારંવાર સુરત ખાણ ખનિજની ટીમોની મીઠી નજર હેઠળ રેડ કરવામાં આવે છે. ફરી રેતી માફિયાો દ્વારા ગેરકાયદે રેતી ખનન ચાલુ કરી દેવામાં આવે છે. ગુરુવારના રોજ સુરત ખાણ ખનિજ વિભાગ સુપરવાઈઝર વિશાલકુમાર તથા એમ. વી. ચૌહાણ દ્વારા તાલુકાના દગિસ માછી ગામે તાપી નદીમાં આકિસ્મક ચેિંકગ કરતાં ગેરકાયદે રોયલ્ટી વિનાની પાંચ ટ્રકો રેતી ભરીને જતા અટકાવી તપાસ કરતા રોયલ્ટી પાસ તથા આધારા પુરવા ન મળતાં ભૂસ્તર વિભાગની ટીમને સોંપી ૨૦ લાખની ટ્રકોનો કબજો કરતાં રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
ત્યારબાદ માછી- દગિસ ગામના તાપી નદીના પટમાં ચેિંકગ કરવા જતાં નદીમાંથી ગેરકાયદે રેતી ખનન કરતી નવાડીઓ ચાલક ભૂસ્તર વિભાગની ટીમને જોતા જ નદીમાં નાવડીઓ તથા પાઈપો છૂટા કરી નાસી છૂટયા હતાં. આમ તાલુકામાં તથા ગેરકાયદે રેતીખનન બાબતે સરકારી તંત્ર જાગી કડક પગલાં ભરે તે જરૂરી છે.
ટ્રક મુકવા પોલીસ કે પંચાયત પાસે જગ્યા ન મળી
માછી- દગિસમાંથી ગેરકાયદે રેતી ભરીને રોયલ્ટી વિનાની પાંચ ટ્રકોને ભૂસ્તર વિભાગે પકડી પાડી હતી. જે ટ્રકોને મુકવા માટે ગ્રામ પંચાયત કે પોલીસ સ્ટેશનમાં જગ્યા ન હોવાથી ટ્રકોના માલિકને પંચકેસ કરી ભૂસ્તર વિભાગના સત્તાધીશોને સોંપી દેવામાં આવી હતી.
માછી- દગિસ ગામે પકડાયેલા પાંચ ટ્રકોના નંબર તથા માલિકો
(જીજે-પયુયુ-૯૬૬૯) અબ્દુલ કાદર શા (રહે. ભીલીયાવાડ, કામરેજ)
(જીજે-પએટી-૯૬૯) કેતન મનજીભાઈ દેવાણી (રહે. શ્યામ ધામ સરથાણા)
(જીજે-પએયુ-૭પ૪૧) મેહુલ કાળુભાઈ વાડદેરીયા (રહે. ૮પ ગલાણી પાર્ક વરાછા)
(જીકયુસી-૭૨૬૬) અરુણ વલ્લભભાઈ પટેલ (૩૦૪ શિવ પ્લાઝા કડોદરા રોડ)
(જીજે-પએટી-૧૮૧૭) અશોકભાઈ મનસુખભાઈ વાડદરોયી (ગલાણી પાર્ક, વરાછા)