તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ડુપ્લીકેટ અરઝથી ૮૯૦૦૦ ઉપાડી લીધા

ડુપ્લીકેટ અરઝથી ૮૯૦૦૦ ઉપાડી લીધા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા નગર ખાતે રહેતા અને મગર કૂઈ પ્રાથમિક શાલામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં ઈસમ દ્વારા ગત ૨૬મીના રોજ વ્યારા ખાતે એટીએમ ખાતેથી પૈસા ઉપાડયા બાદ ગત રોજ ફરી એટીએમમાં નાણાં ઉપાડવા જતાં ખાતામાંથી ૮૯,૬૩૭ રૂપિયા કોઈ ઈસમ દ્વારા ડુપ્લીકેટ કાર્ડ બનાવી ઉપાડી લેતા ગત રોજ શિક્ષક દ્વારા વ્યારા પોલીસ મથકે અજાણ્યા ઈસમ દ્વારા ખાતામાંથી પૈસા ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
બનાવ અંંગે વ્યારા પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વગિત મુજબ વ્યારા નગર ખાતે આવેલી ચંદ્રલોક સોસાયટીમાં રહેતા અને મગર કૂઈ પ્રાથમિક શાળામાંશિક્ષક તરીકે ફરજ બજાવતા વસંતભાઈ મનાભાઈ ચૌધરી દ્વારા વ્યારાખાતે એસબીઆઈ શાખામાં ખાતું ખોલાવ્યું હતું. જે ખાતામાં એટીએમ કાર્ડથી લેવડ દેવડ કરતાં હતાં. ગત ૨૬મીના રોજ વસંતભાઈ ચૌધરીએ કામકાજ અર્થો વ્યારા નગરના મનીષ માર્કેટમાં આવેલ એટીએમમાંથી ૪૦૦૦ રૂપિયા કાઢ્યા હતાં. ત્યારે ખાતામાં ૮૯,૬૩૭ રૂપિયા હતાં.
આ ઘટના અંગે વધુ માહીતી માહીતી મળતા ગત રોજ ફરી શિક્ષકને ખેતી માટે રૂપિયાની જરૂર પડતાં ફરી એટીમમાં નાણાં ઉપાડવા જતાં ખાતામાં બેલેન્સ ન હતી. તેઓ વ્યારા એસબીઆઈ બેંકમાં જઈ તપાસ કરતાં એમના એટીએમ કાડઉ પાસે હોવા છતાં કોઈ ઈસમ દ્વારા મુંબઈના કલ્યાણ, થાણે તથા સુરત જિલ્લાના વિવિધ એટીએમમાંથી નાણાં ઉપાડી લીધા હોવાનું બહાર આવ્યું હતું.
આ વાત સાંભળતા જ શિક્ષકના પગ તળેની જમીન ખસી ગઈ હતી. જેને પગલે શિક્ષક દ્વારા ગત રોજ વ્યારા પોલીસ મથકે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ખાતામાંથી ૮૯,૬૩૭ રૂપિયાની રકમની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ નોધાવતા તપાસ વ્યારા પીઆઈ ડોડીયાએ કરી આ ઘટના બાબતે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.