તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ખેલ મહાકુંભના વજિેતાઓને પુરસ્કાર એનાયત થશે

ખેલ મહાકુંભના વજિેતાઓને પુરસ્કાર એનાયત થશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
& રમતગમત યુવા અને સાંસ્કતિક પ્રવૃત્તિઓ વિભાગની સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર પ્રેરિત સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત સ્પેશીયલ ખેલ મહાકુંભ ૨૦૧૨ના વજિેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. આ સમારોહનું આયોજન તા.૬/૭/૧૩ના રોજ સવારે ૧૦.૦૦ વાગે રંગ ભવન, જીવન ભારતી વિધ્યાલય, ગાંધી સ્મૃતિ હોલની સામે, નાનપુરા ખાતે કરવામાં આવ્યું છે. આ સ્પેશીયલ ખેલ મહાકુંભમાં વજિેતા થયેલા ૧૧૦૦ ખેલાડીઓને રૂ.૩૨,૦૪,૦૦૦ના રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ સમારોહમાં મેયરશ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, મુખ્ય મહેમાન તરીકે સ્થાયી સમિતિના અધ્યક્ષશ્રી રાજેશભાઈ દેસાઈ, અતિથિવિશેષ તરીકે મ.ન.પા.ના કમિશનરશ્રી એમ.કે.દાસ, જિલ્લા કલેકટરશ્રી જયપ્રકાશ શિવહરે, જિલ્લા વિકાસ અધિકારી રેમ્યા મોહન, સી.ઈ.ઓ.ના કેપ્ટન સુભાષદાસ તેમજ અન્ય મહેમાનો ઉપસ્થિત રહેશે.