• Gujarati News
  • ઉત્તરાખંડની વહારે તાપી જિલ્લો, ૨૦૦ રાહત કીટ રવાના

ઉત્તરાખંડની વહારે તાપી જિલ્લો, ૨૦૦ રાહત કીટ રવાના

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપી જિલ્લા ખાતે કલેકટર રંજીથ કુમાર દ્વારા ગત સ’ાહે ઉત્તરાખંડ ખાતે કુદરતી આપત્તીમાં મદદ કરવા એક મિિંટગ યોજી લોકફાળો એકત્ર કર્યો હતો. જે લોકફાળાની રકમમાંથી ૨૦૦ જેટલી રાહત કીટ તૈયાર કરી આજરોજ તાપી જિલ્લા ખાતે કલેકટર દ્વારા લીલી ઝંડી આપી બે ટેમ્પાઓ સુરત ખાતે રવાના કર્યા હતાં. જયાંથી રેલવે વેગન દ્વારા ઉત્તરાખંડ મોકલાશે.
આ અંંગે પ્રાપ્ત વગિત મુજબ તાપી જિલ્લાના કલેકટર આર રંજીથકુમાર ગત એક સ’ાહ પહેલા તાપી જિલ્લા ખાતે વેપારીઓ, સેવાકીય સંસ્થાઓ અને સમાજ સેવકોએ એકત્ર કરી મિિંટગ યોજી હતી. જેમાં ઉપસ્થિતો દ્વારા ઉદાર હાથે ફાળો આપ્યો હતો. જેને લઈ કલેકટર દ્વારા મંડળીને નહીં નફા નહીં નુકસાનનાધોરણે કીટ બનાવવા આપી હતી. જેમાં ૪૪ ઘર વખરના સામગ્રી જેવી કે ઘઉંનો લેટ, ચોખા, તેલ, સાડી, ખાંડનું પેકેટ વગેરે વસ્તુની ૨૦૦ જેટલી રાહત સામગ્રીની કીટ તૈયાર કરાવી હતી. આ કીટ આજરોજ બે ટેમ્પાઓમાં ભરી તાપી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર આર. રંજીથ કુમાર દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. આ ટેમ્પા સુરત ખાતે લઈ ત્યાંથી રેલવે વેગન મારફતે તમામ પેકેટો મોકલી આપવા
કહ્યું હતું.