• Gujarati News
  • નવીપારડી પ્રા. શાળાનો લઘુ ઉદ્યોગ ની નેશનલ લેવલે પસંદગી

નવીપારડી પ્રા. શાળાનો લઘુ ઉદ્યોગ ની નેશનલ લેવલે પસંદગી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી પારડી ગામે આવેલ પ્રાથમિક શાળાની લઘુ ઉદ્યોગ તરીકે હસ્તકલામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્યકક્ષાની કૃતિ આગામી ૮/૭/૨૦૧૩થી ૧૦/૭/૨૦૧૩ સુદી રાષ્ટ્રીયકક્ષાએ ભાગ લેવા પસંદગી પામતાં શાળા પરિવારમાં આનંદ સાથે જિલ્લા સહિત રાજ્યનું નામ રોશન કરવા વિદ્યાર્થી અને માર્ગદર્શકની ટીમ દિલ્હી ભાગ લેવા જશે.
આ અંંગે જાણવા મળતી વગિત મુજબ નવી પારડી તા. કામરેજની પ્રાથમિક શાળાએ રાજ્યકક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પાંચ વિભાગ પૈકી લઘુ ઉદ્યોગ વિભાગમાં શ્રેષ્ઠ કૃતિ જાહેર થઈ હતી. જેમાં શાળાના શિક્ષક માર્ગદર્શક પ્રજ્ઞેશકુમાર પટેલ અને બાળ વૈજ્ઞાનિક ઉવીeશકુમાર પટેલ આ કૃતિમાં આગામી ૮થી ૧૦ જુલાઈ ત્રણ દિવસ રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા માટે પસંદગી પામ્યા છે. જેને શાળાના આચાયૉ ચૈતાલીબહેન ભાવસાર સહિત શિક્ષકોએ આવકારી રાષ્ટ્રીયકક્ષાએ વજિેતા બનવાની શુભેચ્છા પાઠવી છે. નવી દિલ્હી પ્રગતિ મેદાન ખાતે ઈન્સ્પાયર યોજના અંંતર્ગત ત્રીજા રાષ્ટ્રીયકક્ષાનો વિજ્ઞાન ગણિત પ્રદર્શનનો મેળો યોજાનાર છે.
લઘુ ઉદ્યોગ હસ્તકલામાં વેસ્ટમાંથી કૃતિ તૈયાર કરી
આ અંંગે માર્ગદર્શક શિક્ષક જેમણે વિદ્યાર્થી ઉવીeશ સાથે રહી તૈયાર કરાવી હોય જેમણે જણાવ્યું કે રાજ્યકક્ષાએ આ કૃતિ લઘુ ઉદ્યોગમાં શ્રેષ્ઠ જાહેર થયેલી અને હવે દિલ્હી ખાતે ભાગ લેવા જનાર છે. કૃતિમાં લઘુ ઉદ્યોગમાં વેસ્ટનો ઉપયોગ કરાયો છે. પરોપજીવી વનસ્પતિ લાકડાના ટૂકડા ઝાડના મૂિળયા, સૂકાયેલી ફૂગ, સૂકાયેલી ફળો, પક્ષીના માળા જેવી અનેક ચીજોમાંથી કૃતિ તૈયારી કરાઈ છે. રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી થતા આનંદની લાગણી અનુભવું છે. તેમ જણાવ્યું હતું.
રાષ્ટ્રીયકક્ષાએ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરે તેવી શુભકામના
નવી પારડી પ્રા. શાળાના આચાયૉ ચૈતાલીબહેન ભાવસારના જણાવ્યા પ્રમાણે શિક્ષક પ્રજ્ઞેશભાઈ અને વિદ્યાર્થી ઉવીeશની મહેનત રંગ લાવી છે. પ્રજ્ઞેશભાઈ સાયન્સના શિક્ષક છે પણ કલામાં રસરૂચી ધરાવે છે. તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ દર વર્ષે અમારી કૃતિ ઈનામો પ્રા કરે છે. ત્યારે રાષ્ટ્રીયકક્ષાએ પણ શ્રેષ્ઠતા પુરવાર કરે તેવી શાળા પરિવાર તરફથી શુભકામના પાઠવીએ છીએ.