તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બોરીસવાર ગામનું સ્મશાન ગૃહ છાપરું પતરા વિનાનું

બોરીસવાર ગામનું સ્મશાન ગૃહ છાપરું પતરા વિનાનું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢ તાલુકાના બોરીસવાર ગામના સીમમાં બનાવાવામાં આવેલ સ્મશાન ગૃહ બિનઉપયોગી બની ગયું છે. આ પતરા ઉડયાને અંંદાજિત બે ત્રણ વર્ષ થઈ ગયા છે. પરંતુ આ અંંગે સ્થાનિક પંચાયત કે અન્ય વિભાગ આ ગૃહની ખબર લેતા ન હોય તેવું જાણવા મળેલ છે. બોરી સવાર ગામની સીમમાં ભૂતકાળમાં સ્મશાનગૃહ તૈયાર કરવામાં આવ્યું હતું. ગૃહને તૈયાર કરતી વેળા એના પર સિમેન્ટના પતરા ગોઠવવામાં આવ્યા હતાં. ગત બે ત્રણ વર્ષ પહેલા આવેલ વાવાઝોડામાં સ્મશાન ગૃહના છાપરા પરથી પતરા ઉડીને જમીન પર પડતાં એ નાશ પામ્યા હતાં. એ સમયેથી સ્મશાનગૃહનું છાપરું આમ જ ખુલ્લુ પડયું છે. અહી સુવિધાનો પણ અભાવ હોય ગ્રામજનો અન્યત્ર સ્થળે સબને બાળવાની કામગીરી કરે છે. આ સ્મસાનગૃહના છાપરા પરના પતરા મુકવા ગ્રામજનોએ સ્થાનિક પંચાયતથી માંડવીને ઘણે ઠેકાણે રજૂઆત કરી છે. પરંતુ હજી સુધી સ્મશાનગૃહના છાપરાને પતરા નસીબ થયા નથી.