ચરોતર ઇન નેનો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યોગ અને યુવા જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો
આણંદ & ચારૂતર વિધ્યામંડળ સંચાલિત અશોક એન્ડ રીટા પટેલ ઈિન્સ્ટટÛૂટ ઓફ ઈિન્ટગ્રેટેડ સ્ટડી એન્ડ રિસર્ચ ઈન બાયોટેકનોલોજી એન્ડ એલાઈડ સાયન્સીસ (એરીબાસ) વિધ્યાનગર ખાતે યોગ અને યુવા જાગૃતિ અંગેનો કાર્યક્રમ ગાયત્રી પરિવાર, જનકલ્યાણ ટ્રસ્ટ તથા ડિવાઈન ઈન્ડીયા યુથ એસોસિએશન (દીયા)ના સંયુકત ઉપક્રમે યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા વિદ્યાર્થીઓમાં યોગ વિશેની સમજુતી કેળવવા તથા સામાજિક જાગૃતિ લાવવાનો હતો. આ પ્રસંગે દેવ સંસ્કૃતિ યુનિવર્સિટી હરિદ્વારના કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં.
જીજે પટેલ કોલેજના વિદ્યાર્થીઓ ઝળક્યાં
આણંદ & બાવીસ ગામ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત જીજે પટેલ કોલેજના વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઝળક્યાં હતાં. સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષામાં એસવાય બીસીએની પરીક્ષામાં પાર્થ પટેલ કોલેજમાં પ્રથમ અને યુનિવર્સિટીમાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે તથા તડવી સુનિતાએ ટીવાય બીસીએની પરીક્ષામાં ૭.૯૨ તથા રાણા વિરેન્દ્રસિંહએ એફવાય બીસીએની પરીક્ષામાં ૭.૯૬ રેન્ક પ્રાપ્ત કરી કોલેજમાં પ્રથમ સ્થાન મેળવીને કોલેજનું ગૌરવ વધાયું છે. આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યાં હતાં.
કોલેજ ઓફ એજયુકેશનમાં ટેલેન્ટ હેન્ટ કાર્યક્રમ
આણંદ & રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ કોલેજ ઓફ એજયુકેશનમાં સંસ્થાના સંવાહક ડો. અભીપ્સાબહેન યાજ્ઞિકના માર્ગદર્શન અને સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા અંતર્ગત ટેલેન્ટ હન્ટ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રશિક્ષણાર્થી ભાઈ - બહેનોએ ગીત, ગઝલ, કવ્વાલી, જોકસ, તબલાવાદન વિવિધ વકતવ્ય વગેરે રજુ કર્યા હતાં. ૩૯ પ્રશિક્ષણાર્થી ભાઈ - બહેનોએ ભાગ લીધો હતો. સ્પધૉમાં પ્રથમ, િદ્વતિય અને તૃતિય ક્રમે ચૌધરી સંજયકુમાર, ચૌધરી નિરવકુમાર અને દપિકાબહેન વજિેતા જાહેર કરાયાં હતાં.
આઈજે પટેલ ્ કોલેજમાં ઓરિએન્ટેશન પ્રોગ્રામ
આણંદ & આઈ.જે. પટેલ, બીએડ્ કોલેજના ઓરિએન્ટેશનમાં આમ્સટર્ડમ યુનિ.નેધરલેન્ડના સમાજશા±ા વિભાગના હેડ પ્રોફેસર મારિયો તથા સીડની યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયાના આંતરરાષ્ટ્રીય સમાજશા±ા વિભાગના વડા પ્રોફેસર ટીમ તથા પ્રોફેસર ટ્રેન્ટ હાજર રહ્યાં હતાં. પ્રોફેસર ટ્રેન્ટ આણંદ અને દાર્જીલિંગના જીવનધોરણ પર સંશોધનાત્મક કરી રહ્યાં છે. વિદ્યાર્થીઓએ પ્ર®નાવલિ ભરી આપી ડેટા પૂરો પાડÛો હતો. આચાયૉ ડો. નુસરતે ત્રણેય પ્રોફેસરનું સ્વાગત કર્યું હતું.
શાળાના જરૂરિયાતમંદ બાળકોને ચોપડાનું વિતરણ
આણંદ & ચારૂતર વિધ્યામંડળ સંચાલિત શાળાઓના જરૂરિયાતમંદ બાળકોને ભીખાભાઈ કુબેરભાઈ પટેલ ટ્રસ્ટ તરફથી શાપુરજી લિનઁગ સેન્ટર ખાતે નોટો, ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. એમ.એસ. મિ±ાી પ્રાથમિક શાળા, ગો. જો. શારદા મંદિર, એમ.યુ. પટેલ ટેકનિકલ સ્કૂલ, એસ.ડી. દેસાઈ હાીસ્કૂલ, એસ.એમ. પેટલ હોમસાયન્સ સેકન્ડરી, આરપીટીપી સ્કૂલના જરૂરિયાતમંદ બાળકોને નોટો ચોપડા આપવામાં આવ્યાં હતાં. સમારંભના અધ્યક્ષ સ્થાને પ્રિ. એસ.એમ. પટેલ તથા અતિથિ વિશેષ તરીકે ડો. આર.પી. પટેલ હાજર રહ્યાં હતાં.