તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઋકહ ગ્રસ્ત બાળકો મુદ્દે એક અઠવાડિયાથી શિક્ષણ કાર્ય બંધ

ઋકહ ગ્રસ્ત બાળકો મુદ્દે એક અઠવાડિયાથી શિક્ષણ કાર્ય બંધ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંબોલી ખાતે આવેલ જનની ધામના ૨૬મીના રોજ એચઆઈવી ગ્રસ્ત બાળકોને ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ બાબતે ગ્રામજનો શાળામાં ૨૧૦ બાળકોને અભ્યાસ છેલ્લા એક અઠવાડિયાથી બંધ કરાવી વિરોધ નોંધાવી શુક્રવારના રોજ વિવિધ સૂત્રોચ્ચાર કર્યા હતાં.
કામરેજ તાલુકાના આંબોલી ગામના તાપી નદીના કિનારે આવેલ વરાછા રોડની પીપી સવાણી ગ્રુપ દ્વારા કાર્યરત જનની ધામમાં રહેતા એચઆઈવી ગ્રસ્ત ૩૬ બાળકો પૈકી ૨૬ બાળકો અભ્યાસ ગામની જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત પ્રાથમિક શાળામાં અભ્યાસ શરૂ કરવામાં આવતાં ગામના ૨૧૦ જેટલા આદિવાસી અને દલીત સમાજના બાળકો વાલીઓ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી એચઆઈવી ગ્રસ્ત બાળકોના અભ્યાસ બાબતે પોતાનો વિરોધ દર્શાવી રહ્યાં છે. બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે.
જેમાં બે દિવસ અગાઉ સુરત જિલ્લા કલેકટર દ્વારા ગ્રામજનો બાળકોને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા હોય તો ભણાવે એચઆઈવી ગ્રસ્ત બાળકોને પ્રાથમિક શાળામાં જ અભ્યાસ કરશે. તેમ જણાવતાં ગ્રામજનોમાં વધુ રોષ વ્યાપી ગયો હતો. પોતાના બાળકો છેલ્લા એક અઠવાડિયાથી શાળાની બહાર મંડપ નાંખી આખો દિવસ બેસી રહે છે. અને શિક્ષણથી વંચિત રહે છે.
વાલીઓ દ્વારા મક્કમ નિરધાર સાથે શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. શુક્રવારના રોજ બાળકો વિવિધ સૂત્રોચ્ચાર કરી રહ્યાં હતાં. અંંગે સરકારી તંત્ર વાલીઓ સાથે મિિંટગ કરીને આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે તે બાળકોના હિતમા છે.