તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સરથાણામાં બે સંતાનની માતા છ દિવસથી ગૂમ

સરથાણામાં બે સંતાનની માતા છ દિવસથી ગૂમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરથાણ જકાતનાકા પાસે આવેલ ખોડિયાર કૃપા સોસાયટીમાં રહેતી બે સંતાનોની માતા છેલ્લા છ દિવસથી ગૂમ થતા પોલીસમાં જાણવા જોગ ફરિયાદ આપી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કામરેજ તાલુકાના સરથાણ જકાતનાકા પાસે આવેલ શ્યામ ધામ મંદિરની પાસે આવેલ ખોડિયાર કૃપા સોસાયટીમાં મકાન નં ૪૧માં રહેતી કાજલબહેન અલ્પેશભાઈ પટેલ (૨૭) પતિ તથા બે સંતાન મેક્ષીના (૨) તથા એલ્વીન (૭) સાથે રહે છે. ગત તારીખ ૨૮મી જૂનના રોજ બપોરના ૨.૩૦ કલાકે ઘરેથી કોઈને કહ્યા વગર ઘરની બહાર જતા પાડોશમાં રહેતી સંગીતાબહેન પરિણીતાને પૂછતાં શાકભાજી લેવા જાઉં છુ એમ કહી ચાલ્યા ગયા હતાં. પરિવારના સભ્યો દ્વારા પરિણીતા ઘરે ન આવતાં સગા સંબંધી તથા પાડોશમાં રહેતા લોકોને પૂછતાછ કરી હતી પરંતુ કોઈ ભાળ ન મળતાં અંંતે કામરેજ પોલીસ સ્ટેશનમાં ૩૦મી જૂનના રોજ પતિ અલ્પેશભાઈએ પત્ની ગૂમ થયા અંંગેની ફરિયાદ આપી હતી. પરિણીતાએ જાંબલી કલરની સાડી તથા ગળામાં મંગળસૂત્ર પહેલાલ છે. કાનના ભાગે મસા છે.