તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • શહેરમાં પાંચ ઈંચ વરસાદથી રસ્તા તૂટી ગયા, સબજેલનું બોર્ડ તૂટયું

શહેરમાં પાંચ ઈંચ વરસાદથી રસ્તા તૂટી ગયા, સબજેલનું બોર્ડ તૂટયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્દ્રનગર સોસાયટી નજીક પાણી ભરાયાં
શહેરના પોલોગ્રાઉન્ડ, બેરણા રોડ સહિતના વિસ્તારોમાં ઠેર ઠેર ગાબડા પડી ગયા હતા. મહાવીરનગરમાં પોશ એરિયા તરીકે જાણીતા શાંતિનગર સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી સોનલપાર્ક, શાંતિનગર-૧, હિઁમત હાઇસ્કૂલ-૨ નજીક ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડતી હતી. પાલિકા દ્વારા ઇન્દ્રનગર સોસાયટીના પાછળના ભાગે બનાવવામાં આવતા બગીચાની પાળીના કારણે વરસાદી પાણીનો નિકાલ ન થવાને કારણે સ્થાનિક રહીશ બીજલભાઇ ભરવાડના બે મકાનોની દીવાલો ધરાશયી થઇ ગઇ હતી.બગીચા માટે ફાળવવામાં આવેલ જગ્યામાં વરસાદી પાણીના નિકાલ માટેની કોઇ વ્યવસ્થા ન હોવાથી પાણી ભરાઇ ગયા હતા. શ્રીનગર રોડ પર ગાય મરી જતા તીવ્ર વાસ મારતા લોકોએ પાલિકાને જાણ કરી હતી.પણ કોઈ પગલાં ભરાયાં ન હતા.

પોશ એરિયામાં પાણી ભરાતા ગંદકીનો ઉપદ્રવ
હિઁમતનગરમાં પાંચ ઈંચ ખાબકેલા વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ જતા ગંદકી અને કાદવ થયો છે. ભૂગર્ભ ગટર લાઇન નાખ્યા પછી આડેધડ પુરાણ કરી દેવામાં આવતા વરસાદ પડતાની સાથે જ રસ્તાઓ પર ખાડા પડી ગયા છે. ગોકુલનગર રોડ પર મોટા ગાબડા થતા તંત્ર દ્વારા ઇટોના રોડા તથા માટી નાખવામાં આવી હતી. જેના કારણે રસ્તાની હાલત વધુ બિસમાર બની છે, જેનો ભોગ વાહન ચાલકો અને રાહદારીઓને બનવુ પડે છે. કાદવના કારણે માખી-મચ્છરોનો ભારે ઉપદ્રવ થવાને કારણે શહેરમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઇ રહી છે. ટાવર ચોક વિસ્તારમાં આવેલ શાકમાર્કૈટ વિસ્તારમાં અસહ્ય દુગઁધના કારણે રાહદારીઓને પણ ભારે હાલાકી ભોગવવી પડી છે.