• Gujarati News
  • બીલીમોરામાં વિનામૂલ્યે નોટબુક વિતરણ

બીલીમોરામાં વિનામૂલ્યે નોટબુક વિતરણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા નગરપાલિકાનાં ઈતિહાસમાં દલિત સમાજમાંથી આરોગ્ય અને હોસ્પિટલ સમિતિનાં ચેરમેન બનવાનું સૌભાગ્ય જેમને સાંપડયું છે એવા રમીલાબેન હરશભિાઈ ભાદરકા અને દક્ષિણ ગુજરાત આઝાદ દલિત ન્યાય મંચનાં સંયુકત ઉપક્રમે આથિeક નબળા અને તેજસ્વી વિધ્યાથીeઓને મફત નોટબુક વિતરણનો એક સમારંભ સોમનાથ મહાદેવ મંદિરનાં આંગણે જલારામ હોલ ખાતે શનિવારનાં રોજ યોજવામાં આવ્યો હતો. કથાકાર પ્રફુલભાઈ શુકલ, નગરપાલિકાનાં મહિલા પ્રમુખ સંધ્યાબેન પટેલ, કામદાર નેતા આર.સી. પટેલ, રમેશ રાણા, નગરપાલિકાની સમગ્ર ટીમ, મેઘવાળ સમાજનાં મહામંત્રી હરશિ ભાદરકા, નાથુભાઈ સોસા, કેશુભાઈ સોસા, દાઉદી વોરા સમાજનાં અગ્રણી ઉસ્માની વોરા, ખોડાભાઈ વાઘેલા, વિનયકુમાર રૂપવટે, નરેશ પરમાર વગેરે મહાનુભાવોના હસ્તે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. નગરપાલિકા પ્રમુખ સંધ્યાબેન પટેલે દલિત સમાજનાં મોભીઓને ભણતા બાળકોને કારકિર્દીમાં સહારો થવાનાં આ વિચારને બિરદાવ્યો હતો.