તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ખાદી ઉત્પાદનના વણકરોની સંખ્યા પણ ઘટતી જાય છે

ખાદી ઉત્પાદનના વણકરોની સંખ્યા પણ ઘટતી જાય છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ-નવસારી જિલ્લા ખાદી ગ્રામો. સહકારી મંડળી કરાડીની ૬૨મી વાર્ષિક સભા ધરમપુર શાખાના સહકારથી ધરમપુર મુકામે સંપન્ન થઈ હતી.
આ સભાને સંબોધતા મંડળીના પ્રમુખ નટુભાઈ નાયકે (જલાલપોર) જણાવ્યું કે આ સહકારી મંડળી ગાંધીજીએ પ્રબોધેલી પ્રવૃત્તિઓ તેમાં ખાસ ખાદી ઉત્પાદન-ખાદી અને ગ્રામોધ્યોગ વેચાણનું કામ કરતી આવી છે. આપણા વિસ્તારમાં યોજાતા ધાર્મિક-સામાજિક મેળાઓમાં પ્રદર્શન વેચાણનું આયોજન કરતા સારો સહકાર મળતા મંડળી ખોટમાંથી બહાર આવી છે. હજુ એ દિશામાં વધુ કામ કરવાની જરૂર છે. કાંતનારા વણાટનું ઉત્પાદન આપણે ધરમપુર મુકામે કરીએ છીએ પરંતુ વણકરોની સંખ્યામાં ઘટાડો થતો રહે છે.
ગ્રુપ વીમા યોજના પણ તેમના માટે મુકી છે. મંડળી જિલ્લાના બીજા શહેરો છે ત્યાં ભંડારો શરૂ કરવાનું વિચારે છે. વાપી-દમણમાં એ દિશામાં જઈ રહ્યા છે. યુવાવર્ગ તથા પરદેશમાં ખાદીને આવકાર મળે છે પરંતુ ટકાવારી ઓછી રહે છે.
આ સભામાં જિલ્લા ગાંધીમેળા પ્રબંધક સમિતિ દ્વારા યોજાતો આગામી ૬૫મો ગાંધીમેળો ધરમપુરમાં યોજવા માટેની ચર્ચા થઈ હતી. ઉપસ્થિત ગાંધીજનો કોકિલાબેન પંડ્યા, મહેન્દ્ર દેસાઈ, રાજેશ મનુભાઈ પટેલ, વિરેન્દ્ર દેસાઈ વગેરેએ ભાગ લઈ ધરમપુરમાં ગાંધીમેળાને આવકાર્યો હતો. સભાજનો ધરમપુર તાલુકામાં શિક્ષણ, સહકારી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાથી ઉત્સાહભર માહોલ હતો. ગાંધીમેળા પ્રબંધક સમિતિના કિન્વનર ધીરુભાઈ પટેલ (દાંડી)એ આ અંગે જરૂરી માહિતી આપી હતી.