તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઇન્ટરનેટ સેવા ખોરવાતા દાખલા માટે લાગતી કતારો

ઇન્ટરનેટ સેવા ખોરવાતા દાખલા માટે લાગતી કતારો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવી મામલતદાર કચેરી ખાતે જાતિ, આવક અને ઉન્નતવર્ગના દાખલા મેળવવા વહેલી સવારથી લાઈન લગાવે છે પરંતુ કમનસીબે છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઈન્ટરનેટ સેવા ખોરવવાના કારણે લોકો પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે.
ગણદેવી સ્થિત મામલતદાર કચેરી ખાતે વિદ્યાર્થીઓના અભ્યાસ માટે જરૂરી દાખલા મેળવવા વાલી અને વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારમાંથી આવી લાઈન લગાવે છે. ઈન્ટરનેટ કનેકટિવિટી વ્યવસ્થિત મળતી ન હોવાના કારણે વાલી અને વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. આ લોકો સવારથી સાંજ ભુખ્યા-તરસ્યા લાઈનમાં ઉભા રહેવા છતાં ઘણી વખત તેમનો નંબર લાગતો નથી અને દાખલા લીધા વિના તેમણે ઘરે પાછા જવું પડે છે.
પોતાની આપવિતી જણાવતા મોવાસા તા. ગણદેવીની પદમાબેન ઈશ્ર્વરભાઈ ખલાસીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે ૫મી જુલાઈના રોજ સવારે જાતિ-આવકના દાખલા માટે જરૂરી ફોર્મ ભરીને લાઈનમાં ઉભા રહ્યા હતા. ઈન્ટરનેટ બરાબર ચાલતું નથી એવું જણાવી અમોને બપોર પછી બીજા દિવસે આવવા જણાવ્યું હતું. હજુ અમારો નંબર આવ્યો નથી. બે દિવસથી ભુખ્યા-તરસ્યા દાખલા મેળવવા મુશ્કેલી ભોગવી રહ્યા છીએ.
વણગામ તા. ગણદેવીના પ્રજ્ઞેશ રમણભાઈ પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે સવારથી લાઈનમાં આવક-ઉન્નતવર્ગના દાખલા મેળવવા ઉભો છું પરંતુ બપોર સુધી ઈન્ટરનેટ કનેકટિવિટી મળતી જ ન હોવાથી મોડી સાંજે પણ દાખલો મેળવી શકયો નથી.
આમ ગણદેવી મામલતદાર કચેરી ખાતે દૂર દૂર ગામેથી આવતા વાલી અને વિદ્યાર્થીઓને દાખલા મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.
તારીખો આપવામાં આવે છે
ગણદેવીના નાયબ મામલતદાર નિલમ દેસાઈએ જણાવ્યું કે વાલી-વિદ્યાર્થીઓની સુગમતા માટે તેમને દાખલા મેળવવા તારીખો આપવામાં આવે છે.