• Gujarati News
  • ડાંગ જિલ્લામાં શોભાના ગાંિઠયા સમાન બનેલી ક્રેઈન

ડાંગ જિલ્લામાં શોભાના ગાંિઠયા સમાન બનેલી ક્રેઈન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગ જિલ્લાના વડામથક આહવા ખાતે આઈજી હસમુખભાઈ પટેલને રજુઆત બાદ જિલ્લા પોલીસને ક્રેઈન તો મળી છે પરંતુ ટેકનિકલ ઓપરેટરના અભાવે છેલ્લા બેએક માસથી ક્રેઈન આહવા પોલીસ કેમ્પસમાં ધૂળ ખાઈ રહી છે.
ગિરિમથક સાપુતારાના ઘાટ માર્ગમાં અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે દિન-રાત વાહનવ્યવહારથી ધમધમતા સાપુતારા-વઘઈ રાજ્ય ધોરીમાર્ગ પર અકસ્માતના સમયે ક્રેઈન વિના સ્થાનિક પોલીસ પણ લાચાર થઈ જતી હોય છે અને ઠેઠ આહવાથી પચાસ કિ.મી. દૂરથી ક્રેઈન અકસ્માતના સ્થળે પહોંચે એટલામાં ઘણો વિલંબ થઈ જતો હોય છે ત્યારે ઘાટના માર્ગમાં અકસ્માતના બનાવમાં સમયસર દબાયેલી વ્યક્તિને બહાર કાઢી ન શકાતા જીવન ગુમાવવાની નોબત આવે છે. ઉપરાંત વાહનવ્યવહારને પણ અસર થતી હોય છે.
ઉપરાંત સમગ્ર બાબતને ધ્યાનમાં લઈ સ્થાનિક મિડિયા કલબ દ્વારા આઈજી હસમુખ પટેલના સૌ પ્રથમ મળેલા લોક દરબારમાં ક્રેઈનના અભાવે ઉદ્ભવતી પરિસ્થિતિ અંગે રજુઆતો કરાઈ હતી. જેમાં આઈજીએ હકારાત્મક અભિગમ દાખવી ત્રણ માસ પહેલા અત્યાધુનિક ક્રેઈન ફાળવી હતી પરંતુ આ ક્રેઈન માટે ટેકનિકલ ઓપરેટર ઉપલબ્ધ ન હોય આહવા પોલીસ હેડકવાર્ટરના કંપાઉન્ડમાં શોભા વધારી રહી છે.
સાપુતારા માર્ગ પર સંખ્યા બધ અકસ્માત થાય છે ત્યારે વાહનો ખસેડવા મુશ્કેલી પડે છે
પોલીસ અધિક્ષક આવતા સાપુતારા માટે વિચારણા
^ ડાંગ જિલ્લા પોલીસને ક્રેઈનની ફાળવણી કરવામાં આવી છે પરંતુ જિલ્લા પોલીસ અધિક્ષક રથયાત્રાના બંદોબસ્તમાં ગયેલા હોય ત્યાંથી આવશે ત્યારે ક્રેઈનને સાપુતારા પોલીસ મથકે ફાળવણી કરવા વિચારણા કરાશે.’
કે.ડી. પાટણકર, આહવા એમટીઓ પીએસઆઈ
હોટલ એસોસિયેશન નભિાવણી કરશે
^ વિકાસ કમિટીની બેઠકમાં કલેકટર, એસપીની અધ્યક્ષતામાં સાપુતારા ખાતે ક્રેઈન ફાળવણી અંગે ચર્ચા થઈ હતી. જે હોટલ એસો. હસ્તક લઈ નભિાવણી કરાશે.’ ધર્મેશ પટેલ, સાપુતારા હોટલ મેનેજર
તંત્રએ ત્વરિત મશીનરી ઉપલબ્ધ કરવી જોઇએ
^ રાજ્ય સરકાર દ્વારા ગિરિમથક સાપુતારામાં વિકાસ ખૂબ જ કર્યો છે પરંતુ પ્રવાસીઓની સુરક્ષા પ્રત્યે દુર્લક્ષ સેવ્યું હોય તેમ લાગી રહ્યું છે. સાપુતારાના ઘાટ માર્ગ પર અવારનવાર વૃક્ષ કે ભેખડ ધસી જવા સાથે વાહનોના અકસ્માત સર્જાય છે ત્યારે તેને પહોંચી વળવા કોઈ યાંત્રિક સાધન ન હોય તો તે વિકાસ નકામો છે. વહીવટીતંત્રે ત્વરિત મશીનરી ઉપલબ્ધ કરાવવી જોઈએ.’ દિલીપભાઈ નાણાવટી , પ્રવાસી એડવોકેટ વડોદરા-સાપુતારા