• Gujarati News
  • કોંગ્રેસ મોદીને દારૂ ભેટમાં આપશે

કોંગ્રેસ મોદીને દારૂ ભેટમાં આપશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાં કડક કાયદો અમલી બની ગયો હોવા છતાં કચ્છમાં સર્જાયેલા લઠ્ઠાકાંડના વિરોધમાં ભુજની કલેકટર કચેરીએ રજૂઆત કરવા ગયેલા કોંગ્રેસી આગેવાનોએ આગામી ૧૫મી ઓગસ્ટે કચ્છ આવતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને દારૂની કોથળીઓ ભેટ આપવાની વાત કરતાં કલેકટર અને કોંગ્રેસીઓ વચ્ચે ચડભડ થઇ ગઇ હતી.
આ બનાવની મળતી માહિતી મુજબ કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું, ત્યારે ભુજના જાગૃત નગરસેવક મહેન્દ્ર ઠક્કરે કલેકટરને રજૂઆત કરી હતી કે, આગામી ૧૫મી ઓગસ્ટ સુધીમાં જો કચ્છમાં દેશી-વિદેશી દારૂના અડ્ડાવહીવટી તંત્ર અને પોલીસ દ્વારા બંધ કરાવવામાં નહીં આવે તો ૧૫મી ઓગસ્ટના રાજ્યકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમ માટે આવનારા નરેન્દ્ર મોદીને વિદેશી દારૂની બોટલો અને દેશીદારૂની થેલીઓ કચ્છની મહિલાઓને સાથે રાખીને આપવામાં આવશે.
આ ઉપરાંત આ દારૂ ક્યાંથી ખરીદવામાં આવ્Ûો છે તે અãાના નામ-સરનામા પણ મુખ્યમંત્રીને આપવામાં આવશે એવું કહેવામાં આવતાં કલેકટરે જણાવ્યું હતું કે, જો આમ કરશો તો તે ગુનો બનશે. આનો વળતો જવાબ આપતાં ઠક્કરે કહ્યું હતું કે, કચ્છની પોલીસ હપ્તાખાઉ છે. નાનો-મોટો હપ્તો લઇને મને અને મારા સાથીદારોને છોડી મૂકશે.
પોલીસની સાંઠગાંઠ બંધ કરાવો
જિલ્લા કોંગ્રેસે આજે કલેકટરને દારૂના વિરોધમાં આવેદનપત્ર આપ્યું હતું, જેમાં માંગ કરવામાં આવી હતી કે, જ્યારે પણ દારૂ પકડાય છે, ત્યારે બૂટલેગર નથી પકડાતો, જે પોલીસની સાંઠગાંઠ દર્શાવે છે. જવાબદાર પોલીસ સામે કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે. દિવસા-દિવસ કચ્છમાં સ્થિતિ ખરાબ થતી જાય છે. આ વિરોધ કાર્યક્રમમાં વી.કે. હુંબલ, આદમ ચાકી, રાજેન્દ્રસિંહ જાડેજા, રવીન્દ્ર ત્રવાડી, રાજેશ ત્રિવેદી સહિતના કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા.