તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બીલીમોરા ટ્રેન અડફેટે અજાણ્યા પુરૂષનું મૃત્યુ

બીલીમોરા ટ્રેન અડફેટે અજાણ્યા પુરૂષનું મૃત્યુ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરામાં ૫મી જુલાઈના રોજ સવારે ૭.૫૫ કલાકે રેલવે સ્ટેશને પ્લેટફોર્મ નં. ૨/૧ની વચ્ચે કિ.મી. નં. ૨૧૬/૧૧-૧૦૩૫ની વચ્ચે અપ રેલવે લાઈન ઉપર ટ્રેન નં. ૧૯૧૩૨ અપ કચ્છ એકસપ્રેસ ટ્રેનની ટક્કર એક અજાણ્યા પુરૂષ (ઉ.વ. ૩૫)ને લાગતા થયેલ ગંભીર ઈજાને કારણે તેનું મૃત્યુ થયું છે. મરનાર અજાણ્યો પુરૂષ રંગે ગોરો, મધ્યમ બાંધો, ઉંચાઈ પાંચ ફૂટ પાંચ ઈંચ, શરીરે આસમાની રંગનો ઝીણીઉભી લીટીવાળો બુશર્ટ, સલેટીયા રંગનો પેન્ટ પહેર્યો છે.
બીલીમોરા રેલવે પોલીસે અકસ્માત મોત દાખલ કર્યો છે. જેની તપાસ રમેશભાઈ મોહનભાઈ કરી રહ્યા છે. મરનારના વાલીવારસોએ બીલીમોરા રેલવે પોલીસને સંપર્ક કરવા જણાવાય છે.