તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • જિલ્લામાં કાચું સોનું વરસ્યું: મોલાતને જીવતદાન

જિલ્લામાં કાચું સોનું વરસ્યું: મોલાતને જીવતદાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. રામપુરા(ભંકોડા),બાવળા, સાણંદ,બોટાદ,ધંધૂકા
અમદાવાદ જિલ્લા તરફ મેઘાએ મોં ફેરવી લેતા હજારો હેકટર વાવેતર બળી જવાનો ભય ફેલાયો હતો. આથી ખેડૂતોના જીવ પડીકે બંધાઇ ગયા હતા. પરંતુ જગતના તાતની ચિંતા જાણી ગયો હોય તેમ ગુરુવારે મેઘાએ જિલ્લા પર મહેર કરી હતી. સમગ્ર જિલ્લામાં પાક માટે કાચા સોના જેવો વરસાદ વરસતા મુરઝાતી મોલાતને નવજીવન મળ્યું હતું.
વિરમગામ-માંડલ અને દેત્રોજ-રામપુરા સહિત પંથકમાં બુધવારની મોડીસાંજે ભારે પવન સાથે ઝરમર વરસાદ થયો. જે ગુરુવાર આખો દિવસ હળવાથી ભારે વરસાદી ઝાપટાં સતત ચાલુ રહ્યા હતા. પંથક પંદર દિવસના વિરામ બાદ મેઘરાજાની પધરામણી થતાં ખેડૂતો હરખાયા હતા. ભારે પવનના કારણે માર્ગ પર ઝાડ પડી ગયાં હતાં તેમજ દેત્રોજ-વિôલાપુર માર્ગ બંધ થતા તમામ વાહન વ્યવહાર વાયા રામપુરા થઇ શરૂ થયો હતો. મામલતદાર કચેરીની માહિતી મુજબ વિરમગામમાં ર૪ કલાકમાં ૩૩ મીમી સાથે મોસમનો કુલ વરસાદ૧૪૮ મીમી નોંધાવા પામ્યો છે. માંડલ-૩૪ મીમી સાથે મોસમનો ૧૬૦ મીમી નોંધાવા પામ્યો હતો જ્યારે દેત્રોજ-રામપુરામાં ૭૬ મીમી સાથે મોસમનો ૩૧૯ મીમી વરસાદ નોંધાયો હતો. લાંબા સમય બાદ વરસાદે પધરામણી કરતા ખેડૂતો સહિત પંથકવાસીઓ હરખાયા હતા. વરસાદ પડતા આખરે કાળઝાળ ગરમીથી છુટકારો મળ્યો હતો. વિરમગામ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. વરસાદને લઇને ગ્રામ્ય વિસ્તારોમાં કાદવકીચડ ગંદકીમાં વધારો થયો હતો.

અમદાવાદ જિલ્લામાં લાબા વિરામ બાદ મેઘરાજાનો બીજો રાઉન્ડ ધીમી ધારે ચાલુ થયો છે.સમયસરના વરસાદથી વિરમગામ, ધંધૂકા,બાવળામાં ઊભા મોલને જીવનદાન મળ્યું છે. સાણંદ પંથકમાં ધીમી ધારે વરસાદ વરસવાનો શરૂ થતાં સાણંદના નીચાણવાળા વિસ્તારો, ગેપપરા, રબારીવાસ, કોલટરોડ તેમજ અમદાવાદ હાઇવે પરની કુમકુમ સોસાયટી, લાભશુભ સોસાયટીઓમાં તો ઢીંચણસમા પાણી ભરાઇ ગયાં હતાં. તસવીર ભાસ્કર

બાવળામાં બે ઇંચ વરસાદ
બાવળા શહેર અને તાલુકામાં વરસાદે બીજી ઇનિંગ્સ શરૂ કરી છે. પહેલા વરસાદ થયાને ઘણા દિવસો થતાં વરસાદ નહીં આવતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થઇ ગયા હતા. વરસાદ ખેંચાતાં ઉકળાટ શરૂ થતાં લોકોને પરેશાની ઉઠાવવી પડી હતી. ખેડૂતો અને લોકો વરસાદની કાગડોળે રાહ જોતા હતા. ખેડૂતોએ પહેલા વરસાદમાં જ ડાંગરના ધરુ નાખી દીધા હતા અને વાવણી પણ કરી દેવામાં આવી હતી. અને વરસાદ ખેંચાતાં ખેડૂતો ચિંતામાં આવી ગયા હતા. પરંતુ વરસાદે મોડીરાતથી બીજી ઇનિંગ્સ શરૂ કરી દીધી છે. રાત્રે બે વાગ્યાથી એક ધાર્યો ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. બીજા દિવસે એટલે કે ગુરુવારે પાંચ વાગ્યા સુધીમાં બાવળા પંથકમાં ર ઇંચ જેટલો વરસાદ થવા પામ્યો છે. રાત્રે ર૦ એમએમ અને દિવસ દરમિયાન ૩૦ એમએમ જેટલો વરસાદ વરસતા ખેડૂતોમાં અને લોકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. ધીમી ધારે વરસાદ ચાલુ રહેતા ધોળકા રોડ,ગાૈરવપથ રોડ, એસએમ પટેલ રોડ, ગલ્ર્સ સ્કૂલ રોડ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવા પામ્યાં હતાં.