• Gujarati News
  • શાળાના જર્જરિત ઓરડાથી ભય

શાળાના જર્જરિત ઓરડાથી ભય

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગના અંતરિયાળ વિસ્તાર એવા કાકડવિહિર ગામે પ્રાથમિક શાળાનો ઓરડો જર્જરિત થઈ જતા બાળકો ભયજનક સ્થિતિમાં શિક્ષણ લેવા મજબૂર બન્યા છે.
એકબાજુ રાજ્ય સરકાર શાળા પ્રવેશોત્સવ, આદિવાસી બાળકોના શિક્ષણ માટે કરોડોનું આંધણ કરે છે ત્યારે ડાંગના અંતરિયાળ વિસ્તારની કાકડવિહિર પ્રાથમિક શાળામાં ધો. ૧થી ૫માં ૧૨૫ વિદ્યાર્થીઓની સંખ્યા હોવા છતાં અપૂરતા વર્ગખંડો તેમજ જર્જરિત થયેલા ઓરડામાં શિક્ષણ કાર્ય ચાલુ રહેતા હાલમાં આદિવાસી બાળકોમાં ભયના માહોલ હેઠળ શિક્ષણ મેળવી રહ્યા છે.
હાલ ચોમાસાની ઋતુ હોય જર્જરિત થયેલા ઓરડામાંથી પાણી ટપકતું રહે છે. પાણી પડવાના કારણે નબળી થયેલી ઓરડાની છત ગમે ત્યારે ધરાશાયી થાય તેવી શકયતા જોવા મળી રહી છે.
અત્રે નોંધનીય છે કે ડાંગના પૂર્વપટ્ટી વિસ્તારના ઉંડાણમાં આવેલી કાકડવિહિર ગામની પ્રાથમિક શાળામાં ચાર શિક્ષકોનો સ્ટાફ હોવા છતાં અહીં મુલાકાત લેતા ૧૨૫ વિદ્યાર્થીઓની સામે માત્ર બે શિક્ષિકાઓથી ગાડુ ચલાવાય રહ્યું છે તેમજ ગ્રામજનોના જણાવ્યા મુજબ આ શાળામાં શિક્ષકો પાળી પ્રથા ચલાવે છે. આ અંગે ગ્રામજનોના જણાવ્યા અનુસાર અમારા બાળકોનો શિક્ષણ કથળ્યુ છે.