• Gujarati News
  • ઉત્તરાખંડના પિડીતો માટે પ્રાર્થના સભા,૫૫૧ કીટ તૈયાર

ઉત્તરાખંડના પિડીતો માટે પ્રાર્થના સભા,૫૫૧ કીટ તૈયાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી ખાતે રામજી મંદિરમાં ઉત્તરાખંડના મૃતકો માટે એક પ્રાર્થના સભા યોજાઈ હતી.
પ્રાર્થના સભામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિનોદ દેસાઈએ જણાવ્યું કે આ રાષ્ટ્રીય સમસ્યામાં હવે સહાય અને શાંતિ માટે પ્રાર્થના બે વાત જ હોય શકે. નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ દપિક બારોટે માનવી જ્યારે જ્યારે નીતિ-રીતિ, ધર્મ, કર્મ ચૂકે ત્યારે આવા અકલ્પય પરિણામો વેઠવા પડતા હોય છે. નવસારી શહેર ભાજપ પ્રમુખ પ્રેમચંદ લાલવાણીએ આ કુદરતના કોપને વેઠવા સિવાય છુટકો નથી, ટીવી પરના ર્દશ્યો જોવા હિઁમત થતી નથી ત્યારે તમામ સહાયમાં નવસારી પાછળ ન પડે તે જોવા અપીલ સાથે સહાયની ખાતરીનો પુનરોચ્ચાર કર્યો હતો.
ન.પ્રા.શિ.સ. ચેરમેન મધુભાઈ કથિરીયાએ કલેકટર ડો. સંધ્યા ભુલ્લરના વડપણ હેઠળ ઉત્તરાખંડ રાહત સહાય માટે ઉપયોગી એવી ૫૫૧ કિટનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવી નવસારી ડાયમંડ મરચન્ટ એસો.એ ૧૦૦ કિટ, ચેમ્બર ઓફ કોર્મસ દ્વારા ૫૧ કિટ એમ સૌ સહયોગીઓ આગળ આવે એવી અપીલ કરી હતી.
પ્રાર્થના સભામાં આરંભે દિલપિ સોની, રસેશ ગાંઘી તથા વિધ્યાકુંજ બાળકો દ્વારા પ્રાર્થના અને સર્વધર્મ પ્રાર્થનામાં આચાર્ય બોમી જાગીરદાર, શિક્ષિકા ત્રપિુટી એલઝિાબેથ પટેલ, જયોતિબેન કાલવાણી તથા મધુબેન આસુદાણી જોડાયા હતા. મુસ્લિમ એજયુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ વાજીદભાઈ દરગાહવાલાએ આ પ્રસંગે બંદગી, જ્યારે આર્ય સમાજ ટ્રસ્ટ મંત્રી હસમુખભાઈ આર્ય અને ભિષ્મભાઈ કંસારાએ શાંતપિાઠ પ્રસ્તુત કર્યા હતા.