તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રાનદે માતા મંદિરની ૨૫મી સાલગીરીની ઉજવણી

રાનદે માતા મંદિરની ૨૫મી સાલગીરીની ઉજવણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જલાલપોર તાલુકાના નાની પેથાણ ગામના સુથારવાડ ખાતે આવેલા રાનદે માતા મંદિરના પટાંગણમાં મંદિરની ૨૫મી સાલગીરી નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.આ નવચંડી યજ્ઞમાં ૧૬ દંપતી સહિત કુલ ૩૪ યજમાનોએ યજ્ઞમાં બેસી ધન્યતા અનુભવી હતી.
નાની પેથાણના સુથારવાડ ખાતે આવેલા રાનદે માતાના જુના પુરાણા મંદિરને ફિળયાવાસીઓએ ઇ.સ. ૧૯૮૮માં જાત મહેનત થકી એક સુંદર મંદિરનું નિમૉણ કયું હતું. છેલ્લા આઠ વરસથી દર વર્ષે આ મંદિરમાં ગ્રામજનો દ્વારા સાલગીરીની ઉજવણી કરવામાં આવે છે.હાલ આ મંદિર નિમૉણને ૨૫ વર્ષ થતાં મંદિરના સંચાલકો દ્વારા પાટોત્સવની ઉજવણીને નવચંડી યજ્ઞના રૂપમાં ઉજવવામાં આવ્યો હતો.
મંગળવારે સવારના નવ વાગ્યાથી પ્રારંભ થયેલા નવચંડીયજ્ઞ દરમિયાન ૧૩ ગોર મહારાજોની શાસ્ત્રોકવિધિથી સમગ્ર વાતાવરણ ભકિતમય બન્યું હતું.સાંજે યજ્ઞની પૂણૉહૂતિ થઇ હતી.