તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વાંસદા સાડી લૂંટ પ્રકરણમાં વધુ એક આરોપી ઝડપાયો

વાંસદા સાડી લૂંટ પ્રકરણમાં વધુ એક આરોપી ઝડપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી એલસીબીની ટીમે વાંસદા રોડ ઉપર ટેમ્પો સહિત સાડીનો રૂ.૧૭ લાખના મુદ્દામાલની લૂંટના ગુનામાં સંડોવાયેલા ગોધરાના એક શખ્સની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
નવસારી જિલ્લાની વાંસદાથી વઘઈ જતાં રોડ ઉપર નવતાડ ગામની હદમાંથી પસાર થઈ રહેલા ટેમ્પો નં.એમએચ-૧પ-ડીકે-૮૧૭૨ને અટકાવી કેટલાક શખ્સોએ ટેમ્પો સહિત તેમાં ૧૦૭ કાર્ટના બોકસમાં મૂકેલી રૂ.૧૪ લાખની િંકમતની સાડીના જથ્થા સહિતનો રૂ.૧૭ લાખના મુદ્દામાલની લૂંટ ચલાવી હતી. ટેમ્પોના ડ્રાઈવરને પણ લૂંટારૂઓએ બંદી બનાવીને માલેગાંવમાં છોડી દીધો હતો.
આ લૂંટનો ગુનો ઉકેલવા નવસારી એલસીબીએ તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને કેટલેક અંંશે સફળતા મળી હતી. પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલા અમદાવાદના મહેશ તથા ફારૂક યુસુફ હઠીલાની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી લૂંટની સાડીનો જથ્થો રિકવર કર્યો હતો. ફારૂક પણ મૂળ ગોધરાનો જ હોય તેણે પોલીસની પૂછતાછ દરમિયાન તેના સાથીદાર અલતાફનું નામ આપતા પોલીસે ગોધરામાં વેજલપોર રોડ ઉપર ઈદગાહની સામે રહેતા અલતાફ હુસેન ઓંચુની ધરપકડ કરી હતી. અલતાફ હુસેને પણ લૂંટની સાડીના જથ્થામાંથી ૩પ બોકસ સાડીનો જથ્થો વેચી દીધો હતો.
ટેમ્પો સહિતનો કેટલોક જથ્થો હજી મળ્યો નથી
એલસીબીએ વાંસદા-વઘઈ રોડ ઉપર નવતાડ ગામની હદમાં સાડીના જથ્થા સહિત ટેમ્પોની લૂંટ કેસમાં પોલીસ સાડીનો જથ્થો મેળવી તેને વેચનારાઓને ઝડપી પાડવામાં સફળ રહી છે. પોલીસે ૬ લાખનો સાડીનો જથ્થો રિકવર કર્યો છે. પરંતુ હજી પણ સાડીના ૭૨ કાર્ટનનો લાખોનો જથ્થો તથા રૂ.૩.૭પ લાખનો ટેમ્પો પોલીસને મળ્યો નથી. આ મુદ્દામાલ રિકવર કરવા પોલીસ પ્રયાસ કરી રહી છે.