તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ધારાગીરી નજીકથી લૂંટાયેલી કાર કલકત્તાથી મળી

ધારાગીરી નજીકથી લૂંટાયેલી કાર કલકત્તાથી મળી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૧૫મી માચેઁ નેશનલ હાઈવે નં.૮ ઉપરથી પસાર થઈ રહેલા વાપીના ફારૂક સુલેમાન ઉમનીયાની સોનાટા કાર નં.ડીડી-૩જે-૦૦૭૪ને ધારગીરી નજીક બોલેરો કારના ચાલકે ઓવરટેક કરી કાર ઉભી રાખી ફારૂક ઉમનીયાને ધમકાવી કાર લૂંટી લઈ લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. લૂંટારૂઓ જે બોલેરો કાર લઈને આવ્યા હતા તે ધારાગીરી નજીક જ છોડી દઈ મુંબઈ તરફ ભાગી છુટયા હતા. આ સોનાટા કાર કલકત્તાના ગાચા વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં મળી હતી. આ બાબતની જાણ કલકત્તા પોલીસે નવસારી ગ્રામ્ય પોલીસને કરતા પોલીસે તેનો કબજો મેળવ્યો હતો અને તેની જાણ કારના માલિકને કરી હતી.