• Gujarati News
  • બીલીમોરામાં અજાણ્યાએ યુવાને ટ્રેન નીચે પડતું મૂકયું

બીલીમોરામાં અજાણ્યાએ યુવાને ટ્રેન નીચે પડતું મૂકયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરામાં એક અજાણ્યા નવયુવાને કોઈ અગમ્ય કારણોસર ટ્રેનના એન્જિન આગળ પડતું મૂકયું હતું. આ યુવાનને માથામાં થયેલી ગંભીર ઈજાને કારણે તેનું મૃત્યુ થયું છે.
તા.૪/૭/૨૦૧૩ના રોજ સવારે ૯.૧૫ કલાકે બીલીમોરા ઉત્તર રેલવે યાર્ડ એલસી ગેટ નં.૧૦૯ની બાજુમાં કિ.મી. નં.૨૧૭/૨-૪ની વચ્ચે ડાઉન રેલવે લાઈનના પાટા ઉપર ટ્રેન નં.૧૨૦૦૯ ડાઉન શતાબિ્દ એકસપ્રેસ ટ્રેનના એન્જિન આગળ બાવીસ વર્ષના અજાણ્યા યુવાને કોઈક અગમ્ય કારણોસર પડતું મૂકયું છે. યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નીપજયું હતું. મરનાર યુવાન શરીરે મજબૂત બાંધાનો, રંગે ઘઉંવર્ણ, ઉંચાઈ ૫ ફૂટ ૨ ઇંચ છે. શરીરે આખી બાંયનું ચોકડીવાળું ગુલાબી-સફેદ લાલ રંગનું બુશર્ટ તથા કમરે ભૂરા રંગનો પેન્ટ પહેર્યો છે.