• Gujarati News
  • ભારે વરસાદથી પાટણ જળબંબાકાર

ભારે વરસાદથી પાટણ જળબંબાકાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગરનાળામાં વાહનો ધક્કાગાડી બન્યા
રેલવે ગરનાળામાં વરસાદનું પાણી ઢીંચણથી ઉપર સુધીના લેવલે ભરાયું હતું. જયાંથી ટુ વ્હીલર ચાલકો નીકળતાં કેટલાક બાઇક બંધ પડી ગયા હતા. રીક્ષામાં પણ પાણી ઘૂસી જતાં ધક્કા મારી ગરનાળામાંથી બહાર કાઢવી પડી હતી. વાહનચાલક સુનિલભાઇએ જણાવ્યું હતું કે, ગરનાળામાંથી ત્વરીત પાણી નિકાલ થઇ જાય એવી વ્યવસ્થા સુધરાઇ વર્ષોથી કરી શકી નથી. જેના કારણે દર વર્ષે આ સ્થિતિ સર્જાય છે.
એક્ષચેન્જથી હાઇવે તરફનો રસ્તા પર ભારે કીચડ
શહેરના ટેલફિોન એક્ષચેન્જથી પદ્મનાભ તરફના રસ્તામાં સત્યમ શિવમ સુંદરમ સોસાયટી, કર્મભૂમિ, હર્ષપ્લાઝા, હરીઓમ સહિત સોસાયટીઓ આવેલ છે. આ રહેણાંક વિસ્તારને સ્પર્શતા મુખ્ય માર્ગમાં તાજેતરમાં ભૂગર્ભ ગટરલાઇન નંખાયા બાદ લેવલિંગ વગર આડેધડ પુરાણ કરી દેવાતાં વરસાદ પડતાંની સાથે આખાયે રસ્તામાં ખાડાખૈયા અને કાદવ-કીચડ સર્જાયો છે. જેમાંથી પસાર થતાં કેટલાક વાહનો પણ ફસાઇ પડ્યા હતા. કર્મભૂમિ આગળ રસ્તામાં પાણી ભરાયેલું હતું. જ્યારે આગળના માર્ગમાં માટીથી પુરાણના કારણે કાદવ કીચડ સર્જાતાં રાહદારી માટે ચાલવું પણ મુસીબતરૂપ બન્યું હતું. અજમલભાઇ નાયીએ જણાવ્યું હતું કે, રસ્તામાં સતત કાદવ-કીચડ રહેતાં કોઇ ઉભુ રહેતુ નથી. જેથી ધંધાને ફટકો પડે છે.
બજારમાં ઉભીરહેતી લારીઓનો ધસારો ઘટ્યો...
બગવાડાથી દોશીવટ બજાર તેમજ ગાૈરવપથ પર રોજબરોજ રસ્તાની બંને તરફ શાકભાજી, કટલરી, કપડાં, નાસ્તા જેવી ચીજવસ્તુઓની લારીઓ ખડકાયેલી હોય છે. પરંતુ ઘણા નાના વ્યવસાયકારો સવારથી વરસાદ ચાલુ રહેવાના કારણે લારીઓ લઇને બજારમાં આવ્યા નહોતા. ગાૈરવપથ પર કેટલાક લારીઓવાળાએ પ્લાસ્ટીક કે તાડપત્રીથી માલસામાન ઢાંકી વરસતા વરસાદમાં રોજગાર કર્યો હતો.
સમયસર વરસાદખેડૂત, વેપારી બંને માટે ફાયદાકારક...
ચોમાસાના અગાઉ પહેલા વરસાદમાં ખેડૂતોએ ગવાર, બાજરી, કપાસ, કઠોળનું વાવેતર કર્યું હતું. ત્યારથી વરસાદ ખેંચાવા લાગ્યો હતો ત્યાંજ સમયસર વરસાદનો બીજો રાઉન્ડ થતાં ખેતી પાકોને રાહત થઇ છે. આ રીતે સમયસર વરસાદ થાય તો વરસાદ સારો ઉતરે. જે ખેડૂતો અને વેપારીઓને માટે સારા સંકેતો છે.
- હર્ષદભાઇ પટેલ (વેપારી, માર્કેટયાર્ડ)
અતશિય વરસાદ જૂના વાવેતરને નુકસાનકારી
હાલની સ્થિતિએ વરસાદની જરૂર હતી. એટલે ખેતી પાકને આ વરસાદથી રાહત થઇ છે પણ ભારે વરસાદ થાય અને ખેતરમાં ઉપરના લેવલ સુધી પાણી ભરાય તો શાકભાજી, ગવાર, બાજરી સહિતના જૂના વાવેતર કરાયેલ પાક નાશ પામે અને ખેડૂતને પાછોતરુ વાવેતર કરવાનો વારો આવે.
- દિનેશભાઇ પટેલ (ખેડૂત)
શહેરના આંતરિક માર્ગમાં પણ પાણી-પાણી
શહેરના કલ્યાણેશ્ર્વરની પોળથી નિલમ સિનેમા, ગાૈરવપથના રસ્તાની બંને સાઇડમાં, સરદાર પટેલના સ્ટેચ્યુ નજીક, કે.કે. ગલ્ર્સ હાઇસ્કૂલ નજીક, બી.એમ. હાઇસ્કૂલની સાઇડનો માર્ગ સહિત વિવિધ વિસ્તારમાં લેવલિંગ વગરના રસ્તાના કારણે નીચાણમાંથી વરસાદી પાણીનો નિકાલ ન થઇ શકતાં આખોયે દિવસ પાણી ભરાઇ રહ્યું હતું.