તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ૩૬ કલાકમાં છુટાછવાયા ભારેથી અતભિારે વરસાદની આગાહી

૩૬ કલાકમાં છુટાછવાયા ભારેથી અતભિારે વરસાદની આગાહી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે સમગ્ર દિવસ મેઘાડંબર રહેવા છતાં સૌરાષ્ટ્રમાં નોંધપાત્ર મેઘકૃપા નોંધાઇ નથી ત્યારે આગામી ૩૬ કલાકમાં રાજ્યના કેટલાક સ્થળે ભારેથી અતભિારે વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યમાં બાકીના સ્થળોએ હળવાથી મધ્યમ મેઘકૃપા વરસવાની શકયતા પણ દર્શાવાઇ રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છને બાદ કરતાં રાજ્યના બાકીના જિલ્લાઓને આજે મેઘરાજાએ મનભરીને ભીંજવ્યા હતા.ગુજરાતમાં હવે ચોમાસું ફરી સક્રિય થતા સારા વરસાદની આશા જાગી છે.
વાવણી બાદ હવે ભૂમપિુત્રો ચાતક ડોળે મેઘરાજાના બીજા રાઉન્ડની રાહમાં છે ત્યારે હવે આવતીકાલે મેઘરાજા કેટલાક સ્થળે મનભરીને વરસવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૩૬ કલાકમાં રાજ્યમાં કેટલાક સ્થળે ભારેથી અતભિારે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર તેમજ દીવમાં છુટોછવાયો ભારેથી અતભિારે વરસાદ પડી શકે છે.
પશ્ચિમ મધ્યપ્રદેશ તથા ગુજરાતની પાસેના કેટલાક વિસ્તારો પરના હવાના હળવા દબાણ અને અપરએર સાઇકલોનિક સકયુંલેશનને પગલે રાજ્યમાં વરસાદી માહોલ બંધાયો છે. હવામાન વિભાગના અવલોકન મુજબ મધ્યપ્રદેશ પર ચોમાસું સઘન બન્યું છે અને ગુજરાતમાં ફરી સક્રિય બન્યું છે. જેને પગલે હવે વરસાદના બીજા ધીંગા રાઉન્ડની આશા પ્રબળ બની છે.