તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ભારે વરસાદથી પાટણ જળબંબાકાર

ભારે વરસાદથી પાટણ જળબંબાકાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. પાટણ
પાટણ શહેરમાં રાત્રે થયેલા વરસાદથી ગુરુવારે સવારે ઠેર ઠેર રસ્તાઓમાં પાણી ભરાયા હતા પરંતુ ગુરુવારે બપોરે ધોધમાર વરસાદ તૂટી પડતાં શહેરના નીચાણવાળા વિસ્તારો તેમજ રસ્તાઓ બેહાલ બન્યા હતા. લેવલિંગ વગરના રસ્તાઓમાંથી પાણી નિકાલની વ્યવસ્થાઓના અભાવ અને ભૂગર્ભગટરની કામગીરી પછી પાલિકા તંત્રએ રસ્તાઓને સમતળ બનાવવામાં નિષ્કાળજી રાખતાં રાહદારીઓ અને વાહનચાલકો તોબાહ પોકારી ઉઠ્યા હતા. ત્રણ ઇંચ જેટલા વરસાદથી શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાઇ રહેતાં નકૉગાર જેવી હાલત બનવા પામી હતી.
શહેરની મધ્યમાં આવેલ રળીયાત નગરના પોશ વિસ્તારના એકભાગનો આખોયે રસ્તો પાણી પાણી થઇ જતાં સોસાયટીના રહીશોને ચાલવાની પણ જગ્યા રહી નહોતી. રસ્તો નીચાણમાં હોવાથી વરસાદ પડતાંની સાથે આખાયે રસ્તામાં પાણી ભરાઇ ગયું હતું. ડૉકટર, ઇજનેર જેવા પરીવાર વસવાટ કરે છે તેવા વિસ્તારમાં બાળકોને ઘરેથી શાળાએ લઇ જવા માટે રસ્તો પસાર કરી સોસાયટીમાંથી પસાર થવું પણ મુસીબતરૂપ
બન્યું હતું.
આવી જ સ્થિતિ શેઠ વી.કે.ભૂલા હાઇસ્કૂલ પાછળ આવેલ આબુવાળાના ડેલાના રસ્તામાં ઢીંચણસમા પાણી ભરાઇ રહેતાં અહીંયાથી સાઇકલ લઇને નીકળતાં બે બાળકો પાણીમાં પડ્યા હતા. સદ્નસીબે કોઇને ઇજા થઇ નહોતી. રહીશ બચુભાઇ ઠાકોર અને કમુબેન ઠાકોરે જણાવ્યું હતું કે, નગરપાલિકાએ વર્ષોથી પાણી નિકાલની કોઇ વ્યવસ્થા જ કરી નથી. અહીંનો રસ્તો નીચો હોવાથી ચોમાસામાં વરસાદનું પાણી ઘરમાં ઘૂસી જતું હોય છે. નગરપાલિકા તંત્ર હજુ રસ્તા પાણી-પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરી શકી નથી. નજીકમાં એક કોર્પોરેટરની દુકાન છે પણ અહીંયા કોઇ જોવા માટે આવતાં નથી. આજે વરસાદ થયો છે હવે અઠવાડીયા, દશ દિવસ સુધી પાણી ભરાયેલું જ રહેશે.