તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • અષાઢી બીજે નવસારીમાં રથયાત્રા

અષાઢી બીજે નવસારીમાં રથયાત્રા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાં અષાઢી બીજના રોજ રથયાત્રા નીકળશે. રણછોડરાય સત્સંગ મંડળ નવસારીના પ્રમુખ ડો.અંબુભાઈ ગજજર એક યાદીમાં જણાવે છે કે, નવસારીમાં ૧૯૫૨ના વર્ષથી પુનિત મહારાજની પ્રેરણાથી રણછોડરાય સત્સંગ મંડળ ફકત પાંચ સભ્યોથી શરૂ કરવામાં આવ્યું અને સને ૧૯૬૨થી રથયાત્રા શરૂ થઈ ત્યારથી આજપયઁત કાઢવામાં આવે છે. ચાલુ સાલ તા.૧૦/૭/૨૦૧૩નુ બધુવારે અષાઢી બીજના દિવસે ૪.૩૦ મિનિટે બેન્ડવાજા સાથે રણછોડજી મંદિરેથી રથયાત્રા કાઢવામાં આવશે. આ રથયાત્રા રણછોડજી મંદિરેથી ટાવર, મોટાબજાર, કંસારવાડ, ગોલવાડ થઈ મંદિરે પરત ફરશે. મંદિરે ભગવાનનની આરતી-પ્રસાદ બાદ વિર્સજન થશે.