તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રાહતદરે મળતી ખાંડનું વિતરણ બંધ થતાં કાર્ડધારકોમાં રોષ

રાહતદરે મળતી ખાંડનું વિતરણ બંધ થતાં કાર્ડધારકોમાં રોષ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુરવઠા વિભાગના નિર્ણયથી ગરીબ પ્રજા પર આર્થિક બોજ વધ્યો _...ખરીદી માટે ટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે
ભાસ્કર ન્યૂઝ.હિઁમતનગર
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે માસ કરતા વધુ સમયથી સસ્તા અનાજની દુકાનોના સંચાલકોને રાહત દરે મળતી ખાંડનો જથ્થો ન ફાળવાતા કાર્ડધારકોને રાહત દરે મળતી ખાંડના જથ્થાનું વિતરણ બંધ કરાયુ છે. છેલ્લા બે માસથી ગરીબ પરિવારોને ખુલ્લા બજારમાંથી ઊંચા ભાવે ખાંડની ખરીદી કરવી પડતા મોંઘવારીના માર સાથે કાર્ડધારકોમાં રોષ ફેલાયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ સરકાર દ્વારા એક સભ્ય દીઠ ૫૦૦ ગ્રામની જરૂરિયાત સામે ઓછામાં ઓછી ૩૦૦ ગ્રામ ખાંડના જથ્થાનું વિતરણ સસ્તા અનાજની દુકાનો દ્વારા થતુ હોય છે. પરંતુ તાજેતરમાં કેન્દ્ર સરકારના અન્ન અને નાગરિક પુરવઠા તંત્ર દ્વારા ફાળવવામાં આવતો ખાંડનો જથ્થો બંધ કરી રાજ્ય સરકારે પુરવઠા નગિમ મારફતે ખાંડ મિલો પાસેથી ટેન્ડર મંગાવીને ખાંડની ખરીદી કરી સસ્તા અનાજની દુકાનોમાં ખાંડના જથ્થાનું વિતરણ કરવાનો આદેશ કરાયો હતો. જેના પરિણામે સસ્તા અનાજની દુકાનોને ફાળવવામાં આવતા ખાંડના જથ્થામાં એકાએક બ્રેક આવી જતાં ખાંડનું વિતરણ ઠપ થઇ ગયુ હતું.
બારકોડેડ રેશનકાર્ડની કામગીરીમાં અનેક છબરડા બહાર આવ્યા બાદ પુરવઠા વિભાગ દ્વારા લેવાયેલા નિર્ણયથી ખાંડના વિતરણ પર માઠી અસર થઇ છે. જેના પરિણામે સસ્તા અનાજની દુકાનમાંથી મળતી રૂ.૧૩.૫૦ની ભાવની ખાંડ ખુલ્લા બજારમાંથી રૂ.૩૫માં લોકોને ખરીદવી પડે છે. આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી ધવલ જાનીએ જણાવ્યુ હતું કે સસ્તા અનાજની દુકાનોને ફાળવવામાં આવતો ખાંડનો જથ્થો નગિમ દ્વારા ખરીદ કરીને પહોંચાડવાનો નિર્ણય કર્યો છે.
પુરવઠા વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં ખાંડનો જથ્થો ઉપલબ્ધ થયા બાદ વિતરણ કાર્ય શરૂ કરાશે તેમ તેમણે કહ્યુ હતું.