તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ભૂવાસણમાં પરીક્ષાની તૈયારી કરવા કહેતા પુત્ર જતો રહ્યો

ભૂવાસણમાં પરીક્ષાની તૈયારી કરવા કહેતા પુત્ર જતો રહ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી તાલુકાના ભૂવાસણ ગામે આશ્રમ ફિળયામાં રહેતા ૧૭ વર્ષીય પુત્રને પિતાએ મિત્રો સાથે ફરવાનું બંધ કરી ધોરણ ૧૨ની પરીક્ષાની તૈયારી કરવા જણાવતાં પુત્રને ખોટંુ લાગી આવતાં રાત્રે જ ઘરમાંથી ક્યાંથી ચાલી ગયેલ છે. શોધખોળ કરવા છતાં ભાળ ન મળતાં ગૂમ જાણવા જોગ નોંધ કરાવી હતી.
બારડોલી તાલુકાના ભૂવાસણ ગામે આશ્રમ ફિળયામાં રહેતા જગાભાઈ પુનમભાઈ ચૌહાણનો ૧૭ વર્ષનો દીકરો નિલેશ ચૌહાણ ધોરણ ૧૨ની પરીક્ષા આપી હતી. જેમા નાપાસ થયો હતો. અનેહાલ ઘરે જ રહેતો હતો. રવિવારે નિલેશ ચૌહાણ પોતાના મિ૬ો સાથે ફરવા ગયો હતો. જે મોડી સાંજે પરત ઘરે ફરતાં પિતાએ મિત્રો સાથે ફરવાનું બંધ કરી ધોરણ ૧૨ની પરીક્ષાની તૈયારી શરૂ કરવા જણાવ્યું હતું. જે વાતનું માઠુ લાગી આવતાં રવિવારની રાત્રિના નવ વાગ્યે ઘટતાં કોઈને પણ કહ્યા વગર ક્યાંક નીકળી ગયો હતો.
શોધખોળ કરવા છતાં નિલેશન પત્તો લાગ્યો ન હતો. આખર પિતા જગાભાઈ ચોહાણ બારડોલી પોલીસ મથકે આવી પુત્રની ગૂમ થયા અંગેની ફરિયાદ આપી હતી.