તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વ્યારાના બેસુનિયા ગામે પરિણીતાને માર મારતાં સાસરીયા

વ્યારાના બેસુનિયા ગામે પરિણીતાને માર મારતાં સાસરીયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા તાલુકાના બેસનીયા ગામે લગ્ન કરી આવેલી પરિણીતાએ સસરીયાઓના ત્રાસના પગલે પિયર જઈ પતિ તથા સાસુ, સસરા અને નણંદ વિરુદ્ધ આહવા ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે આ ફરિયાદ ગત રોજ ઝીરો નંબરથી વ્યારા પોલીસ મથકે નોંધાતા મહિલા પોલીસ દ્વારા તપાસ હાથ ધરી હતી.
આ અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વગિત મુજબ વ્યારા ડાંગ જિલ્લાના કાલીબેલ ગામે ખાતે રહેતી યુવતી એલીસાબહેનના લગ્ન વ્યારા તાલુકાના બેસુનિયા ગામે સંદીપકુમાર નિરુભાઈ પવાર સાથે થયા હતાં. જેમાં ગત ૩૦ જુન ૨૦૧૩ના રોજ બપોરના અરસામાં સેલીસાબેહનના પતિ સંદીપકુમાર તથા સસરા નિરૂભાઈ પવાર તથા સાસુ નિર્મલાબહેન દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપ્યો હતો. તેમજ ઘરે રહેવા આવેલી નાની બહેનને લઈ જવા માટે સાસુ અને પતિ સાથે બોલાચાલી થતાં સાસરિયા દ્વારા અક સંપ થઈ સેલીસાબહેનને ઢીક મુક્કીનો માર માર્યો હતો, જેને પગલે તેઓ પોતાના પિયર જતા રહ્યાં હતા અને ગત ૧ જુલાઈના રોજ સેલીસાબહેન દ્વારા આહવાની વઘઈ પોસ્ટે બેસુનિયાના સાસરિયા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.
આ ફરિયાદ ગત રોજ વ્યારા મહિલા પોલીસ મથકે ઝીરો નંબરથી આવતા વધુ તપાસ મહિલા પોકો
રક્ષાબહેન કરી રહ્યા છે.