તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બાંધકામોને અધિકૃત કરતા નિયમ અંગે શ્ર્વેતપત્ર બહાર પાડો

બાંધકામોને અધિકૃત કરતા નિયમ અંગે શ્ર્વેતપત્ર બહાર પાડો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ હેઠળ મંજૂર થયેલા અનઅધિકૃત બાંધકામો નિયમબદ્ધ થઇ શકે તેવી જાહેરાત રાજ્ય સરકારે કરીને પ્રજાને છેતરવાનું આયોજન કર્યું છે, તેવા આક્ષેપ સાથે આ બાબતે સરકાર શ્ર્વેતપત્ર બહાર પાડે તેવી માગણી શહેરી વિકાસ મંત્રી સમક્ષ કરાઇ છે.
કોમન પ્લોટમાં થયેલા બાંધકામોને અધિકૃત કરાશે, તો વાહનો ક્યાં પાર્કિંગ કરવાં? આ રીતે છુટછાટ કરવાથી વાહનોનો ખડકલો જાહેર માર્ગ પર થશે અને પરિણામે ટ્રાફિકની સમસ્યા અને અવ્યવસ્થા ઊભી થવાની શકયતા છે. સોસાયટી વિસ્તારમાં કોમન પ્લોટ ફરજિયાત છે અને કોમન પ્લોટનો ઉપયોગ રમત-ગમત કે અન્ય પ્રસંગો માટે થાય છે, આવા પ્લોટ પર બાંધકામ થઇ જવાને કારણે ગીચતા વધશે તેનું શું? તેવો સવાલ કરાયો હતો.