તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કેરાની કોલેજે બસ ભાડાંમાં વધારો કરતાં કચવાટ

કેરાની કોલેજે બસ ભાડાંમાં વધારો કરતાં કચવાટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેરામાં આવેલી ખાનગી કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ ઉપર બસના ભાડાંવધારાનો બોજ નાખવામાં આવ્યો હોવાનું જણાવી કેટલાક છાત્રોએ વિરોધ કર્યો છે.
ભુજથી કેરા જવા માટે એચજેડી કોલેજ દ્વારા બસની વ્Ûવસ્થા છે, એસટી બસની અવ્યવસ્થાને લીધે છાત્રો મોટી સંખ્યામાં માધાપર, માનકૂવા તેમજ સુખપરથી અપડાઉન કરી રહ્યા છે, જેમાં અત્યાર સુધી જે ભાડું લેવામાં આવતું હતું તેમાં અચાનક જ વિદ્યાર્થી તથા વાલીગણને જાણ કર્યા વગર ભાડાંમાં વધારો કરાતાં વિદ્યાર્થી અને વાલીઓમાં આક્રોશ ઊભો થયો હોવાનું જાણવા મળ્યું છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા મેનેજમેન્ટને કેટલીક વખત આ મામલે વિનંતી કરવામાં પણ આવી તેમ છતાં કોઇ દાદ ન મળતાં વાલીઓ ઉપર મંદીના માહોલમાં વધારાનો ભાર ઝીંકાતાં વાલીઓ પરેશાનીમાં મૂકાઇ ગયા છે તેવું એક નિવેદનમાં આ છાત્રોએ જણાવ્યું હતું. એચજેડી કોલેજના ચેરમેન જગદીશભાઇ હાલાઇએ જણાવ્યું હતું કે, તાજેતરમાં ડીઝલમાં ભાવવધારો આવતાં એસ.ટી. બસના ભાડાંની સમાંતર બસ ભાડાંમાં વધારો કર્યો છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વાર્ષિક બે હજારનો વધારો કર્યો છે, જે માસિક ૧૬૫ જેટલો થાય છે.