તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ૨૧ ફેકટરીમાં ધાડ પાડનારી ટોળકી ઝબ્બે

૨૧ ફેકટરીમાં ધાડ પાડનારી ટોળકી ઝબ્બે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્ર ગુજરાતમાં નેશનલ હાઈવે નં ૮ને અડીને આવેલી ફેકટરીઓમાં ૧૨ ધાડ, મહારાષ્ટ્રમાં ૯ ધાડ મળી કુલ ૨૧ ધાડ-લૂંટને અંજામ આપનારી મૂળ ઉત્તર પ્રદેશ અને હાલ મુંબઈ વિસ્તારમાં સ્થાયી થયેલા ગેંગના સાત સભ્યો તથા ધાડમાં લૂંટાયેલો માલ રિસિવ કરનારા ત્રણ આરોપી મળી કુલ ૧૦ આરોપીની સુરત જિલ્લા એલસીબીએ ગતરોજ મધરાત્રે પલસાણા તાલુકાના ગોલ્ડન ગેટ હોટલ પાસેથી ઝડપી પાડ્યા હતા. પોલીસે આ આરોપીઓ પાસેથી ગૂનામાં ઉપયોગમાં લેવાયેલી એક ટ્રક, ઘાતક હથિયારો, વિવિધ કટરો સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.
આ અંગે જિલ્લા પોલીસવડા પ્રદીપ સેજુળે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે છેલ્લા છ માસ દરમિયાન સુરત રેંજમાં કાસ કરીને દ. ગુજરાતમાં હાઈવેને અડીને આવેલી ફેકટરીમાં રાત્રિ દરમિયાન હાજર કર્મચારીઓને બાનમાં લઈ તેને બાંધી દઈ ફેકટરીમાંથી કોપર અને ભંગારની લૂંટ ચલાવતી ટોળકી સક્રિય હતી. આવી ટોળકીને ઝડપી પાડવા માટે સુરત જિલ્લા એલસીબી પીઆઈ એચ. સી. તરડે, એએસાઈ પ્રકાશ રઘુનાથ, પીએસઆઈ બી. એમ. દેસાઈ સહિત સ્ટાફ એક મહિનાથી મળેલી હકીકતને આધારે મુંબઈથી વડોદરા સુધીના હાઈવે ઉપર ટોળકીને પકડવા માટે સતત પ્રયત્ન કરી રહ્યાં હતાં.
એએસઆઈ પ્રકાશ પાટીલને બાતમી મળી કે જિલ્લામાં મુંબઈના નાલાસોપારા, વસઈ તથા અંકલેશ્ર્વર ખાતે રહેતા અને મૂળ યુપીના રહીશો આ ધાડના ગુનામાં સંડોવાયેલા છે. આ હકીકતને આધારે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આ ટોળકીના કેટલાક સભ્યો એક ટ્રક (એમએચ -૧૯ ઝેડ -૪૦૦૪)માં બેસીને સુરત અને સચીન ખાતે રહેતા લૂંટ અને ધાડનો માલ ખરીદનાર કેટલાક ભંગારના વેપારીઓ પલસાણાથી સચીન જતા રોડ ઉપર તરાજ ગામે આવેલી ગોલ્ડન ગેટ હોટલ ખાતે ભેગા થશે.
આ બાતમીના આધારે એલસીબી પીઆઈ એસ. સી. તરડે પોતાના સ્ટાફના માણસો સાથે વોચમાં હતાં. આ દરમિયાન બાતમીવાળી ટ્રક પલસાણા તરફથી આવી હતી. ત્યારબાદ હોટલ કમ્પાઉન્ડમાંથી ત્રણ ઈસમો ટ્રક પાસે જઈ ટ્રકમાં બેઠેલા ઈસમો સાથે વાતચીત કરવા લાગ્યા હતા. આથી એલસીબીએ ટ્રકને કોર્ડન કરી દશ ઈસમોને પકડી લીધા હતાં, તેમનું નામ ઠામ પુછતાં બૈતુલ ઉફેઁ અબ્દુલ રૂઆબ અલી ચૌધરી (હાલ રહે. ભરૂચ રેલવે સ્ટેશનની બાજુમાં ગુલામ ભાઈના મકાનમાં ,સરકારી દવાખાનાની બાજુમાં તા. અંકલેશ્ર્વર જિ. ભરૂચ, તથા નાલા સોપારા જિ. ઠાણા, મહારાષ્ટ્ર, મૂળ રહે યુપી) આ ગેંગનો મુખ્ય સૂત્રધાર હોવાનું જાણવા મળ્યું હતું. આ સમયે તેમની સાથે અન્ય છ ધાડમાં સંડોવાયેલા આરોપીની પોલીસે પકડી પાડ્યા હતાં. અન્ય જે ત્રણ આરોપી ઝડપાયા હતાં તે સુરતના ભંગારના વેપારી હોવાનું જાણવા મળ્યું હતું. આ ભંગારના વેપારીઓએ લૂંટ અને ધાડનો માલ રિસિવ કરતાં હતાં. તેમની કડકથી પૂછપરછ કરતાં આ આરોપીઓએ ૨૧ જેટલી ધાડના ગૂના કબૂલ્યા હતાં. પકડાયેલા આરોપી સાબરકાંઠાની હદથી લઈ દ. ગુ.ના વલસાડ વાપી સુધી તેમજ મહારાષ્ટ્રના મુંબઈને અડીને આવેલા વિસ્તારોમાં હાઈવેને અડીને આવેલ ફેકટરીઓમાં ધાડની ઘટનાને અંજામ આપતાં હતાં. આ લંૂટારુઓએ સુરત જિલ્લામાં ધામડોદ પાટીયા નજીક ગેટકો કંપનીમાં લૂંટ ચલાવી હતી. તેમજ કોસંબા સાવા પાટીયા નજીક આવેલ સિમેન્ટ પાઈપ ફેકટરીમાં પણ ધાડ ચલાવી હતી. પૂછતાછ કરતા આરોપીઓએ ગુજરાતમાં ૧૨તેમજ મહારાષ્ટ્રમાં ૯ મળી ૨૧ ધાડ લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો. હાલ પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદથી લઈ મુંબઈ સુધી હાઈવે પર આવેલી ફેકટરીઓમાં ધાડ પાડનારી ટોળકીના કારરસ્તાન
આરોપીઓ પાસેથી શું મળ્યું?
આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે આ સાત લૂંટારુઓ લૂંટને અંજામ આપવા માટે ગુનાહિત ષડયંત્ર રચી લૂંટ કરવા માટે પૈસાની સગવડ કરવા માટે વેપારીઓને મળવા માટે આવ્યા હતાં. પોલીસે ટ્રકની અંદર તપાસ કરતાં તેમાંથી પોલીસને ગુનાના કામે વપરાયેલા ઘાતક હથિયાર, અટોજાર, મોબાઈલ નં ૧૨ તથા લૂંટાયેલું ફ્રઝિ, ઈલેકટ્રીક સગડી, છ પ્લાસ્ટિક કોથળામાં ૧૫૦ કિલો કેબલ મળી આવ્યો હતો.
સૂત્રધાર રિઢો ગુનેગાર...
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર બૈતુલ્લા છે. તે અગાઉ તેમના કેટલાક અન્ય સાથીઓ સાથે અંકલેશ્ર્વર વિસ્તારમાં ભંગારનો ધંધો કરતો હતો. તેમા સફળતા નહીં મળતાં તેણે ગેંગ બનાવી ધાડ પાડવાનુ શરૂ કરી દીધુ હતું. જે અગાઉ મુંબઈની ક્રાઈમ બ્રાંચના હાથે ઝડપાઈ ગયો હતો. જોકે, તે એક કોન્સ્ટેબલને જે તે સમયે હુમલો કરી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો.
પ્રથમ સરવે બાદ ઘટનાને અંજામ
બૈતુલ્લા તથા તેના સાગરિતો ધાડ લૂંટની ઘટનાને અંજામ આપવા માટે પ્રથમ જે તે ફેકટરીની આજુબાજુ દિવસ દરમિયાન સરવે કરી લેતા હતાં. ત્યારબાદ પાછલા દરવાજેથી ફેકટરીમાં ઘૂસતા હતાં. તેમની એમો હતી કે ધાડ લૂંટ કરવા જાય ત્યારે જે તે જગ્યા ઉપર જ હાજર વ્યક્તિના કપડાં અથવા તો ચાદર કે અન્ય કપડી ફાડી નાંખી તમામને એક જગ્યાએ ભેગા કરી બાંધીને ઠંડે કલેજે આરામથી ફેકટરીની અંદરની મશીનરીઓ તથા સ્ક્રેપની લૂંટ કરી જતા હતાં.
ગુના ઉકેલવા એક મહિનાથી પ્રયાસ
એલસીબી પીઆઈ એસસી તરડેએ જણાવ્યું હતું કે આ ગુના ઉકેલવા ટોળકી અંગે હકીકત મળતા છેલ્લા એક મહિનાથી અમારા એલસીબી પોસઈ વી. એ. દેસાઈ, એએસઆઈ પ્રકાશભાઈ હેકો ઝાકીર અશિ્ર્વન મનહર તથા પોકો શૈલેશ, દીપક, ધર્મેશ, અવધેશ, કિરણ, કલ્પેશ, નિકુંજ, અલ્પેશ તેમજ મોબાઈલના ડ્રાઈવરોની અલગ અલગ ટીમ બનાવી છેલ્લા એક મહિના દરમિયાન સતત રાત્રિએ નાઈટ કરી હાઈવે ઉપર વર્કઆઉટ કરતાં ટોળકીને પકડવામાં સફળતા મળી છે.
રાજ્યમાં ક્યાં ક્યાં લૂંટ-ધાડ આચરી
પકડાયેલા આરોપીઓએ વડોદરામાં જે. એચ. પરબીરીયા પ્રા. લિ. ફેકટરી, કોસંબામાં મહુવેજ ગામનની જેટકો, કણજર નેહા નં ૮ ઉપર ઉમીયા પાઈપ ફેકટરીમાં, નવસારી જિલ્લાની ચીખલી તાલુકાના બલવાડા ગામે આવેલ ફેકટરીમાં, કોસંબા પોસ્ટેમાં સાવા પાટીયા પાસે પાઈપ સિમેન્ટ ફેકટરીમાં, નેહા નં ૮ ગુંદલાલ ચોકડી પાસે આવેલ સિમેન્ટ ફેકટરીમાં, નેહા નં ૮ પર પારડી દમણ ઝાપા પાસે એકસલ પ્રોસેસર કંપનીમાં, નેહા નં ૮ વડોદરા ગ્રામ્યની કરજણ તાલુના કંડારી ગામની શ્યામ સ્પ્રÃગ પ્રા. લિ., નેહા નં ૮ પર કપુરાઈ ચોકડી નજીક શ્રી કૃષ્ણ સ્ક્રેપના ગોડાઉનમાં, વડોદરા રાજપીપળા રોડ પર કંપનીના ગોડાઉન પર, અમદાવાદથી હિઁમત નગર રોડ ઉપર એક ટેન્કરને ઓવરટેક કરી ટેન્કરમાંથી ડીઝલની લૂંટ, નવી મુંબઈ તૂર્ભે એમઆઈડીસીમાં અલગ અલગ સાત કંપનીમાંધાડ, વસઈથી ભીવંડી રોડ ઉપરના ગોડાઉનમાં, નાસીક ઈગતપુરી રોડ પર એમઆઈડીસીમાં મળી કુલે ૨૧ જેટલી ધાડોને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.
હાઈવે ઉપર આવેલી ફેકટરીમાં પ્રવેશવા ટોળકીનો અનોખો અંદાજ
ગુજરાતમાં નેશનલ હાઈવે નં ૮ને અડીને આવેલી ફેકટરીઓમાં ૧૨ ધાડ, મહારાષ્ટ્રમાં ૯ ધાડ મળી કુલ ૨૧ ધાડ-લૂંટને અંજામ આપનારી મૂળ ઉત્તર પ્રદેશ અને હાલ મુંબઈ વિસ્તારમાં સ્થાયી થયેલા ગેંગના સાત સભ્યો પકડાયા હતા. આ લૂંટારુ કમ ધાડપાડુઓ ફેકટરીમાં એન્ટ્રી લેવા માટે પાછળના ભાગનો ઉપયોગ કરતાં હતાં. મોટી કટરો વડે તારનું ફેિન્સંગ અને લોક તોડી નાંખતા હતાં. જેથી લૂંટની ઘટના બાદ ભાગવામાં સરળતા રહે. ફેકટરીમાં પ્રવેશ્યા બાદ હાજર કર્મચારી અથવા ચોકીદારને બાંધી દીધા બાદ ટ્રક કે આઈસર ટેમ્પો ફેકટરીમાં લાવી સામાન અને મશીનરીની લૂંટ ચલાવીને જતા હતાં.ટોળકી લૂંટ કરવા મુંબઈથી ટ્રક લઈને આવતી હતી
પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે લૂંટ કરવા માટે આ ટોળકી ટ્રક લઈને મુંબઈથી આવતી હતી. લૂંટ કર્યા બાદ તમામ મુદ્દામાલ સુરતના નબીઉલ્લા ઉફેઁ બાબા ઈલાઈ શાને વેચી જતાં હતાં. ત્યારબાદ ફરી તેઓ મુંબઈ જતા રહેતા હતાં. ઉપરાંત આ ટોળકી એટલી સાતીર હતી કે ધાડ - લૂંટ વખતે લૂંટાયેલા મોબાઈલ પોતાની પાસે રાખતી ન હતી. લૂંટ કે ધાડની ઘટનાથી થોડે દૂર આ મોબાઈલ ફેંકીને ટોળકી જતી રહેતી હતી. જેથી પોલીસને તેમને ટ્રેસ કરવામાં ભારે અગવડ પડી હતી.
પોલીસે પકડેલા આરોપી
એલસીબીએ પકડેલા ધાડ-લૂંટના આરોપીઓમાં સૂત્રધાર બેતુલ્લા ઉફેઁ અબ્દુલ્લ રૂઆબ અલી ચૌધરી (હાલ રહે. ભરૂચ અંકલેશ્ર્વર, નાલારોપારા, મૂળ યુપી), વજિયસિંગ અવધેશ સિંગ ઠાકોર (હાલ રહે. અજીત કમ્પાઉન્ડ, લિંક રોડ સાકીનાકા મુંબઈ, મૂળ પ્રતાપગઢ યુપી), શિવબહાદુર ઉફેઁ સીંતુસિંગ ઉફેઁ ઠાકુર ઉફેઁ લાલજીસિંગ સોલંકી (રહે. અંકલેશ્ર્વર પીરામા ગામ, મૂળ.રહે યુપી), સુરંજન ઉફેઁ પહાડીલાલ સોલંકી (હાલ રહે. અંકલેશ્ર્વર, મૂળ. યુપી), અલબક્ષ ઉફેઁ રાજુ મહંમદ ખાન પઠાણ (હાલ રહે. પીરામા ગામ, અંકલેશ્ર્વર મૂળ રહે. યુપી), ફહીમ અન્સારખાન (હાલ રહે. નાલા સોપારા, ઈસ્ટ, મૂળ રહે યુપી) અને મુનાજી કેસર ખાન (હાલ રહે. નાલાસોપારા, મુંબઈ, મૂળ રહે. યુપી)નો સમાવેશ થાય છે.
લૂંટનો મુદ્દામાલ ખરીદનારા વેપારી
લૂંટનો માલ ખરીદનારા સુરતના વેપારીઓમાં નબીબ ઉલ્લા ઉફેઁ બાબાઈલાઈલ શા (હાલ રહે. ઉન પાટીયા, શાલીમાર સોસાયટી, સુરત મૂળ ગૌડા યુપી), અસ્લમ ઉફેઁ નજીત શા (હાલ રહે. ઉન પાટીયા, આસ્મા નગર, સુરત શહેર), સલાઉદ્દીન નઝિામુદ્દીન શા (રહે. ઉન પાટીયા, સુરત મૂળ રહે. યુપી)નો સમાવેશ થાય છે.
વડોદરાની લૂંટમાં ક્રેઈનનો પણ ઉપયોગ કર્યો હતો
સૂત્રોના જણાવ્યા અનુસાર આ ટોળકીએ વડોદરા નજીક એક ફેકટરીમાં લૂંટ કરી, ત્યારે ત્રણથી ચાર કલાક જેટલો સમય લીધો હતો. ફેકટરીમાંથી નવ ટન સામાનની લૂંટ કરી હતી. આ સામાન ચઢાવવા માટે તેઓ ક્રેઈન પણ લઈને આવ્યા હતાં. જે હકીકત પણ બહાર આવી છે. હજુ પણ લૂંટના ગૂનામાં સંડોવાયેલા ચાર જેટલા આરોપી પોલીસે પકડવાના બાકી છે.