તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મેઘપુરમાં સાપ કરડતા ૧૫ વર્ષના કિશોરનું મોત

મેઘપુરમાં સાપ કરડતા ૧૫ વર્ષના કિશોરનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
: વ્યારા તાલુકાના મેઘપુર ગામે એક ૧૫ વર્ષના બાળકને સાપ કરતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જયાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. વ્યારા તાલુકાના મેઘપુર ગામે વિનોદભાઈ મયલભાઈ ભીલ તથા તેની પત્ની અને ૧૫ વર્ષીય પુત્ર સવિન્દ્ર સાથે રહી ખેતીકામ કરી જીવન ગુજારે છે. ગત બુધવારની રાત્રે આ શ્રમજીવી પરિવાર ઘરમાં ઘાઢ નિદ્રા માણી રહ્યાં હતાં ત્યારે રે સાપે સવિન્દ્રને પગમાં ડંખ મારી જતાં જેને પરિવાર જનો દ્વારા વ્યારા ખાતે આવેલી જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેનું મોત નીપજયું હતું.