તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ટ્રેનની અડફેટે દંપતી, પતિનું મોત

ટ્રેનની અડફેટે દંપતી, પતિનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પલસાણા તાલુકાના ચલથાણ ગામની સીમમાંથી પસાર થતી સુરત ભુસાવલ રેલવે લાઈન ચલથાણ ફાટક નજીક બપોરના ૪.૦૦ કલાકે એક શ્રમજીવી દંપતિ કોઈ કારણ સર ઝઘડી પડ્યા હતા.
ઝઘડતા ઝઘડતા આ દંપતિ રેલવે ટ્રેક નજીક પહોંચી ગયું હતું. તે સમયે સુરત ભુસાવલ રેલવે ટ્રકે ઉપરથી એક ટ્રેન પસાર થઈ હતી. આ દંપતીને ટ્રેક ઉપરતી ટ્રેનપસાર થતી હોય તેનો પણ ખ્યાલ રહ્યો ન હતો. અને રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી ટ્રેનની અડફેટે આવતાં બંને જણા દૂર ફંગોળાઈ ગયા હતાં. સર્જાયેલા આ ગોઝારા અકસ્માતમાં પત્નીને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભયું મોત નીપજયું હતું. ઈજાગ્રસ્ત મહિલાને ૧૦૮માં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
જોકે, મોડી રાત સુધી આ દંપતિની ઓળખ થઈ શકી ન હતી. ઈજાગ્રસ્ત મહિલા બેભાન અવસ્થામાં હોવાનું જાણવા મળ્યું છે. તેમના પહેરવેશ જોતા ખેત મજુરી કરવા માટે આ દંપતિ આવ્યું હોવાનું જણાઈ રહ્યું છે. હાલ રેલવે પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.