• Gujarati News
  • નાંદીડા ગામે કૂવામાં ભેદી રીતે પડી ગયેલા વૃદ્ધ

નાંદીડા ગામે કૂવામાં ભેદી રીતે પડી ગયેલા વૃદ્ધ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી તાલુકાના નાંદીડા ગામની સીમમાં એક ખેતરના કૂવામાં ૭૦ વર્ષીય વદ્ધ અકસ્માતે પડી ગયો હતો. બહાર નીકળવા મદદની પોકાર કરવા છતાં સાંભળનાર કોઈ ન મળતાં વૃદ્ધ પાણીમાં ભીંજાઈ રહેતાં ઠંડીના કારણે ઠઠરી ઉઠ્યો હતો. જોકે, બુધવારની સાંજે એક વાયરમેન ત્યાંથી પસાર થતાં વૃદ્ધથી બૂમ ન મારતાં પાઈપને ઠોકતા અવાજ સાંભળી અંદર જોતા ત્યારબાદ તાત્કાલિક કૂવામાંથી અન્યની મદદથી બહાર કાઢી સારવાર અર્થે ખસેડાયો હતો. વૃદ્ધ મહારાષ્ટ્રનો હોવાનું અને બારડોલીમાં પુત્રી- જમાઈ સાથે રહેતા હોવાનું પ્રાથમિક જાણી શકાયું હતું.
બારડોલી તાલુકાના નાંદીડા ગામે પીસાદ જતા રોડ પર ખેતરમાં આવેલ કૂવામાં નજીક બુધવારની સાંજે તેને ગામનો મુકેશભાઈ નામનો વાયરમેન મોટરસાઈકલ પાર્ક કરી ખેતરાડી વિસ્તારમાં રપિેરિંગ કામ કરવા જતો હતો. ત્યારે કૂવામાંથી પાઈપ ઠોકવાનો અવાજ આવતાં વાયરમેન કૂવા નજીક જઈ અંદર જોતા એક વૃદ્ધ પાણી ખેંચવાના પાઈપ પકડી રહેલી હાલતમાં દેખાયો હતો. આથી તાત્કાલિક વાયરમેનને તેને ગામના સરપંચ રમેશભાઈ હળપતિને કરતાં અન્ય યુવાનો સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વૃદ્ધને કૂવામાં પાણીમાંથી બહાર કાઢÛો હતો. તાત્કાલિક ૧૦૮ એમ્બ્યૂલન્સને બોલાવી સારવાર અર્થે બારડોલી રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વૃદ્ધને પૂછતાછ કરતાં મહારાષ્ટ્રના ઔરંગાબાદના ગુરુદત્ત નગરમાં રહેતો હોવાનું અને નામ ફૂલચંદભાઈ લાલસિંગ રાજપૂત (૭૦) હોવાનું જણાવ્યું હતું. જ્યારે મંગળવારે સાંજના સમયે કૂવામાં પડ્યો હોવાનું જણાવતાં હાજર લોકો પણ આશ્ર્વર્યમાં હતાં. જોકે, કૂવામાં વૃદ્ધ કંઈ રીતે પડ્યો જે અંગે જવાબ ગોળ ગોળ આપ્યા હતાં. કોઈએ ધક્કો મારી દીધો હોવાનું પણ જણાવ્યું હતું. જોકે, શરીર ઠંડીથી ધ્રુજતી હોવાનું બોલાવવામાં પણ વૃદ્ધને તકલીફ જણાઈ હતી. બારડોલી નૂર નગરમાં પુત્રી જમાઈ રહેતા હોવાનું પણ જણાવ્યું હતું. મોબાઈલ નંબર આપ્યો હતો જે બંધ આવતાં જાણી શકાયું ન હતું. વૃદ્ધના સંબંધી આવ્યા બાદ જ સાચી હકીકત જાણી શકાશે.
વૃદ્ધની સ્થિતિ સારી છે
બારડોલી રેફરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. રામીબહેન ચૌધરીના જણાવ્યા મુજબ વૃદ્ધનો શરીરનો અડધો ભોગ પાણીમાં રહેતા શરીરમાં ઠંડી ભરાઈ જવા સિવાય શરીરે કોઈ ઈજાના નશિાન વૃદ્ધના સ્થિતિ હાલ સારી હોવાનું જાણવા મળ્યું હતું.