તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • શબરીધામ શાળાના બાળકોમાં પોલીસનો હાઉ દૂર કરવા પ્રયાસ

શબરીધામ શાળાના બાળકોમાં પોલીસનો હાઉ દૂર કરવા પ્રયાસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા નગરમાં આવેલા ર. ફ. દાબુ કેળવણી મંડળ સંચાલિત શબરીધામ શાળામાં પીઆઈ આર. એસ. દોડિયા દ્વારા વિદ્યાર્થીઓ સાથે માર્ગદર્શન શિબિર યોજી હતી. તેમમે વિદ્યાર્થીgઓને પોલીસની વિવિધ કામગીરી સાથે વિદ્યાર્થીઓના મનમાં પોલીસનો ભય દૂર કરવાનો પ્રયાસ કરી મુઝવતા પ્રશ્નો નિરાકરણો કર્યા હતાં.
વ્યારા નગર ખાતે આવેલ શબરીધામ ખાતે વ્યારા પોલીસતંત્ર દ્વારા વિદ્યાર્થીઓ સાથે માર્ગદર્શન શિબિર યોજી હતી. શિબિરની શરૂઆત કરતાં આચાર્ય પ્રીતબહિેન દેસાઈએ જણાવ્યું કે સામાન્ય રીતે પોલીસનું નામ સાંભળી બાળકો ભયભીત થઈ જાય છે. જેથી પોલીસ તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ સાથે શિબિર યોજી ભય દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ પ્રસંગે મુખ્ય મહેમાન વ્યારાના પીઆઈ રણધીરસિંહ દોડીયાએ વિદ્યાર્થીઓ વર્તમાન સમયમાં ટ્રાફિક અવરનેશ તેમજ વ્યસન મૂિકત બાબતે સવિસ્તાર જણાવી વિવિધ આકસ્મીક સાથે પોલીસ તંત્રની મદદ કઈ રીતે કરી શકાય સાથે પોલીસ તંત્ર દ્વારા કામગીરી કરીને વિવિધ બાબતોનું માર્ગદર્શન આપ્યું હતું. તેમણે બાળકો સાથે વિવિધ પ્રશ્નોની ચર્ચા કરી ખાસ કરી ૧૮ વર્ષ બાદ જ લાઇસન્સ મેળવી વાહનચલાવવા પર વિદ્યાર્થીઓ પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા વ્યારા પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ગ્રામજનોએ પણ મોટી સંખ્યામાં હાજર રહી માર્ગદર્શન મેળવ્યું હતું.