• Gujarati News
  • કડોદરા ખાડી પાસે નવજાત મૃત બાળકીને ત્યજી દેવાઈ

કડોદરા ખાડી પાસે નવજાત મૃત બાળકીને ત્યજી દેવાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
:સુરત જિલ્લાના નેશનલ હાઈવે નં ૮ ઉપર કડોદરા ખાડીના પુને નાકે નિચેના ભાગે એક નવજાત બાળકી મૃત હાલતમાં ત્યજી દેવાઈ હોવાની જાણ કડોદરા પોલીસને કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, ઘટના સ્થળે જોઈને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ જગ્યા કામરેજ તાલુકાની ઉંભેળ ગામની સીમ હોય જેથી ઊંભેળ આઉટ પોસ્ટના પોલીસ સ્ટાફના જાણ કરવામાં આવી હતી.
તાત્કાલિક પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ કરતાં એક પૂર્ણ માસે તાજી જન્મેલી બાળકીને જન્મ છુપાવવાના ઈરાદે નિષ્ઠુર જનેતાએ મૃત હાલતમાં એક સફેદ કલરના કપડામાં વીંટાળીને ખાડીને એક બાજુ પર પુલની નીચે નાકે ત્યજી દીધી હતી.
કામરેજ પોલીસે નિષ્ઠુર જનેતા કે અજાણ્યા શખ્સ વિરુદ્ધ મૃત શરીરને છુપી રીતે નિકાલ કરી જન્મ છુપાવવાને ઈરાદે બાળકીને ત્યજી દેવાના ઈરાદે ગુનો નોંધી તપાસ આગળ ધપાવી છે.