તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • લગ્નના એક માસમાં જ દહેજ માટે સાસરિયાંનો ત્રાસ

લગ્નના એક માસમાં જ દહેજ માટે સાસરિયાંનો ત્રાસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરાછાના હીરાબાગમાં રહેતા સાસરિયાંઓ દ્વારા લગ્નના એક માસની અંદર જ પરિણીતાને દહેજ માટે ત્રાસ અપાતા પરિણીતાએ પતિ તેમજ સાસરિયાંઓ સામે કાપોદ્રા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે સાસરિયાંઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં પિયર ગયેલી પરિણીતાને સાસરે નહીં લાવવાથી દહેજ માટે ધમકી આપતા સાસરિયાં વિરુદ્ધ મંગળવારે રાત્રે પોલીસ ફરિયાદ આપી હતી.
અમદાવાદમાં નીકોલ નજીકની ન્યૂ ઇન્ડિયા કોલોની પાસેના આકાશ એપાર્ટમેન્ટમાં રહેતાં શ્રુતિબેનના લગ્ન તા. ૧૫મી ફેબ્રુઆરીના રોજ સુરતના વરાછા વિસ્તારમાં હીરાબાગ નજીકના આસોપાલવ ફ્લેટમાં રહેતા જિજ્ઞેશ હિમંતભાઈ જોશી સાથે થયા હતા. લગ્નના ૨૮થી ૩૦ દિવસના સમયગાળા દરમિયાનમાં જ પતિ જિજ્ઞેશ ભૂપતભાઇ જોષી તથા સાસરી પક્ષના રોહિત હિંમતભાઈ જોશી, કૃપાબેન રોહિતભાઈ જોશી, ભૂપતભાઈ જોષી, જયશ્રીબેન દીપકભાઈ ભટ્ટ અને દીપકભાઈ ભટ્ટે ત્રાસ ગુજારવાની શરૂઆત કરી હતી. સાસરિયાં કહેતા હતાં કે, તું કરિયાવર તથા દહેજમાં કશું લાવી નથી. પિયરે મૂકી ગયા બાદ તેઓ સાસરે તેડવા માટે આવ્યા ન હતા અને શારીરિક-માનસિક ત્રાસ ગુજાર્યો હતો.
આ બનાવ અંગે શ્રુતિબેને કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે તેના પતિ સહિત ૬ ઇસમો સામે સ્ત્રી અત્યાચારનો ગુનો નોંધ્યો હતો. વધુ તપાસ પીએસઆઈ એમ. ડી. સાળુંકે કરી રહ્યા છે.