તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ટ્રી ગાર્ડ માટે કોર્પોરેટર્સનાં ફાંફાં ને ગાર્ડન ખાતું ઘોર નિદ્રામાં

ટ્રી ગાર્ડ માટે કોર્પોરેટર્સનાં ફાંફાં ને ગાર્ડન ખાતું ઘોર નિદ્રામાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોમાસામાં દર વર્ષે નગરસેવકોને તેમની ડિમાન્ડ પ્રમાણે પાલિકા દ્વારા ટ્રી ગાર્ડ વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે પાલિકા તરફથી ૧૦૦ જેટલા ટ્રી ગાર્ડ દરેક નગરસેવકને આપવાના છે. પરંતુ સૌથી આશ્ર્વર્યની વાત તો એ છે કે પહેલો વરસાદ પડી ગયા બાદ પણ હજી કોઇ નગરસેવક સુધી ટ્રી ગાર્ડ પહોંચ્યા નથી. વરાછા તેમજ કતારગામના સત્તાધારી ભાજપના જ કેટલાક નગરસેવકોને ટ્રી ગાર્ડ વિશે પૂછયું તો તેમણે પાલિકાએ હજી ટ્રી ગાર્ડ આપ્યા નહીં હોવાનું જણાવ્યું હતું. બુધવારે પાલિકા તરફથી દરેક ઝોનમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો પરંતુ વરાછા-કતારગામમાં રોપાઓ રોપી દીધા પણ આ બંને જગ્યાએ ટ્રી ગાર્ડ પહોંચ્યા ન હતા.
પાલિકાના ઉચ્ચ અધિકારી કહે છે નગરસેવક માંગે તો ટ્રી ગાર્ડ તૈયાર છે અમે તરત પહોંચતા કરીએ. જ્યારે નગરસેવકો ડરે છે કે જો સામેથી ડિમાન્ડ કરી તો ભૂતકાળની જેમ તેમની ગ્રાંટમાંથી પાલિકા નાણાં કાપી લેશે. નવી સોસાયટીના નિમૉણ તેમજ રસ્તા વચ્ચે ડિવાઇડરમાં રોપા રોપવાની સાથે ટ્રી ગાર્ડની જરૂર ઊભી થાય છે.દર વર્ષે પાલિકા તરફથી નગરસેવકોને દરેકને પ૦ ટ્રી ગાર્ડ આપતા હતા. ગત વર્ષે પયૉવરણની વિશેષ કામગીરીને ધ્યાનમાં રાખી પાલિકાએ દરેક કોgપોરેટરને વધુ પ૦ ટ્રી ગાર્ડ આપ્યા હતા. ગત વર્ષ સુધી પાલિકા દ્વારા દરેક નગરસેવકને પ૦ ટ્રી ગાર્ડ આપવામાં આવતા હતા. જોકે તે કોgપોરેટરની ગ્રાંટમાંથી નાણાં કાપી લેવાતા હતા.પરંતુ ગત વર્ષે કોgપોરેટરને કુલ ૧૦૦ ટ્રી ગાર્ડ પાલિકાના ગાર્ડન વિભાગ તરફથી આપવામાં આવ્યા હતા. આ વર્ષે પણ દરેક કોgપોરેટરને ૧૦૦ ટ્રી ગાર્ડ આપવાના છે. જોકે હજી સુધી કોઇ કોgપોરેટર સુધી ટ્રી ગાર્ડ પહોંચ્યા નથી. આ વિભાગનો કાર્યભાર સંભાળતા અધિકારીએ કેટલાંક કોgપોરટેર ટ્રી ગાર્ડ લઇ ગયા હોવાનું જણાવ્યું. પરંતુ સૌરાષ્ટ્ર સમાચાર તરફથી વરાછા-કતારગામમાં નગરસેવકોને આ અંંગે પૂછયું તો તેમણે હજી સુધી ટ્રી ગાર્ડ આવ્યા નહીં હોવાનો જવાબ ગાર્ડન વિભાગમાંથી મળ્યો હોવાનું
જણાવ્યું હતું.
પાણી પહેલા પાળ બાંધે એ ગાર્ડન વિભાગ નહીં
શહેરમાં મેયર નિરંજન ઝાંઝમેરાએ રાંદેર ઝોનમાં બુધવારે વૃક્ષારોપણ કર્યુ હતું. જ્યારે અન્ય વોર્ડમાં પણ વૃક્ષા રોપણનો કાર્યક્રમ હતો. કતારગામ વાર્ડ નં.૭ના ત્રણે કોgપોરેટરની હાજરીમાં ૭૦ જેટલા રોપાનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું. અહીં સોસાયટીઓને રોપાનું વિતરણ પણ કરાયું હતું. પરંતુ જ્યારે વૃક્ષારોપણનો આરંભ થયો ત્યારે કોgપોરેટરે કહ્યું કે રોપાના રક્ષણ માટે ટ્રી ગાર્ડ ક્યાં છે ? એક કોgપોરેટરે ગાર્ડન સુપ્રિન્ટેન્ડેન્ટ ગૌતમને ફોન કરી પૂછયું કે ટ્રી ગાર્ડ ક્યાં છે ત્યારે સાંજ સુધીમાં ટ્રી ગાર્ડ પહોંચાડી દેવાની ખાતરી આપી હતી. આ જ સ્થિતિ વરાછાના વોર્ડ નં.પની હતી. અહીં સુપરવાઇઝરને કોgપોરેટરે પૂછયું કે ટ્રી ગાર્ડ ક્યાં છે ? તો તેણે કહ્યું કે અહીં આવે જ છે. જોકે કોgપોરેટરે કહ્યું કે હું હાજર હતો ત્યાં સુધી તો આવ્યા ન હતા.કતારગામના કોgપોરેટર યશોધર દેસાઇને આ અંંગે પૂછતાં તેમણે કહ્યું હતું કે વૃક્ષારોપણ થઇ ગયું પણ ટ્રી ગાર્ડ આવ્યા ન હતા. જોકે અમે લેટર લખી દીધો છે. આવતીકાલે આવી જશે. વરાછા ફૂલપાડાના કોgપોરેટર મુકેશભાઇ કોિઠયાને પૂછતા તેમણે કહ્યું કે વૃક્ષારોપણ વખતે ટ્રી ગાર્ડ ન હતા. ગાર્ડન વિભાગે એ પહેલા જ આપી દેવા જોઇએ
ગયા વર્ષે મળ્યા હતા, આ વર્ષે ટ્રી ગાર્ડના ઠેકાણા નથી
^ગયા વર્ષે અમને ટ્રી ગાર્ડ મળ્યા હતા. પરંતુ આ વર્ષે હજી સુધી મળ્યા નથી. જોકે અમે હજી આ અંંગે જાણકારી મેળવી નથી. પરંતુ ગયા વર્ષે અમને ટ્રી ગાર્ડ આપવામાં આવ્યા હતા.જેથી કરીને સમયસર પ્લાન્ટેશન કરી શકાયુ હતું.
પ્રવિણભાઇ ઘોઘારી (કોgપોરેટર,ત્રિકમનગર,વરાછા.)
ગ્રાંટમાંથી નાણાં કપાઇ જાય છે
^અમને હજી ટ્રી ગાર્ડ મળ્યા નથી.વૃક્ષા રોપણ કરીએ ત્યાં ટ્રી ગાર્ડની જરૂર પડે છે. પણ અમને હજી સુધી આ વખતે મળ્યા નથી.પરંતુ જો અમે લેટર પેડ પર લખીને ટ્રી ગાર્ડ માગ્યે છીએ તો તેના નાણાં અમારી ગાંટમાંથી કાપી લેવામાં આવે છે. ગત વર્ષે આ કારણે કોgપોરટરને ફ્રી ટ્રી ગાર્ડ આપવા માટે નક્કી કરાયું છે.
સતીષભાઇ પટેલ (કોgપોરેટર,વેડરોડ,કતારગામ.)અધિકારી કહે છે ‘હજી આવ્યા નથી’
^આજે જ મેં પાલિકામાં ટ્રી ગાર્ડ વિશે પૂછયું તો અધિકારી કહે છે ટ્રી ગાર્ડ હજી આવ્યા નથી તેવું જણાવ્યું. જોકે દર વર્ષની જેમ ટ્રી ગાર્ડ આવી જશે. આ વખતે તો દરેક કોgપોરેટરને ૧૦૦ ટ્રી ગાર્ડ આપવાનું નક્કી કર્યુ છે.
ભીમજીભાઇ પટેલ (પૂવe સ્થાયી અધ્યક્ષ, કોgપોરેટર,માતાવાડી,વરાછા.)હજી સુધી નગરસેવકોને ટ્રી ગાર્ડ પહોંચ્યા નથી ?
કોgપોરેટરની ડિમાન્ડ આવે તો આપી દઈએ. હજી સુધી ડિમાન્ડ આવી નથી. તેથી નથી અપાયા.
ડિમાન્ડ આવે તો જ આપો છો ?
કોgપોરેટર રોપા રોપવાના હોય ત્યારે ડિમાન્ડ કરે છે. તેમના દ્વારા સોસાયટીઓને તથા સંસ્થાને પણ વિતરણ કરાય છે.
નગરસેવકો તો કહે છે કે હજી ટ્રી ગાર્ડ આવ્યા નથી તેનું શું ?
ટ્રી ગાર્ડ તો સ્ટોકમાં છે જ. છથી સાત હજાર ટ્રી ગાર્ડ છે જ. તેમની ડિમાન્ડ પ્રમાણે આપી શકાય.
આ વખતે દરેકને ૧૦૦ ટ્રી ગાર્ડ આપવાના છો ?
લેખિત ડિમાન્ડ આવશે એટલે તેમને ટ્રી ગાર્ડ અપાશે.