તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સીબીએસસીના સ્ટુડન્ટ્સ કોર્સને કરી શકશે કોર્સને કસ્ટમાઈઝ

સીબીએસસીના સ્ટુડન્ટ્સ કોર્સને કરી શકશે કોર્સને કસ્ટમાઈઝ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન (સીબીએસઈ) સ્ટુડન્ટ્સ માટે એક મજાના સમાચાર લઈને આવ્યું છે, જે મુજબ સીબીએસી આગામી શૈક્ષણિક વર્ષથી વોકેશનલ કોર્સીસની શરૂઆત કરવા જઈ રહી છે. ધો. ૯-૧૦ અને ૧૧-૧૨ના સ્ટુડન્ટ્સે પોતાની પસંદ કરેલી સ્ટ્રીમમાંથી કોઈ એક સબ્જેકટને હટાવીને વોકેશનલ કોર્સનો કોઈ એક સબ્જેકટ પસંદ કરી શકશે. આ અંગે સિટીની સીબીએસસી સ્કૂલના ટિચર્સનું કહેવું છે કે સુરતમાં પણ આ કોર્સની શરૂઆત કરવામાં આવશે. મોટા ભાગના સ્ટુડન્ટ્સ એવું વિચારતા હોય છે કે સાયન્સ લેવા તો માગું છું પણ મારે સાથે કેમેસ્ટ્રી નથી ભણવું. કોમર્સ લેવું છે, પણ ઈકોનોમિકસ નથી ભણવું આવા વિદ્યાર્થીઓને હવે રાહત મળી રહેશે. આવતા શૈક્ષણિક વર્ષથી ધો ૯-૧૨ના વિદ્યાર્થીઓ વોકેશનલ કોર્સ પસંદ કરી શકશે.
ધોરણ ૯-૧૦ માટે આ કોર્સ એડશિનલ છે અને ધોરણ ૧૧-૧૨ માટે સબ્જેકટનું ઈલેકશન જરા પણ કમ્પલસરી નથી. વિદ્યાર્થી અને સ્કૂલ પોતાની ચોઈસ મુજબ સિલેકશનનું ડિસશિન લઈ શકે છે. ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓ પાંચ સબ્જેકટ પસંદ કરી શકશે જેથી પાંચ સબ્જેકટનું કોિમ્બનેશન પૂર્ણ થશે. આ વોકેશનલ કોર્સ માટે સ્કૂલે એક વીકમાં નવ પિરીયડનું આયોજન કરવાનું રહેશે અને દરેક પિરિયડ ૪૦ મિનિટનો હશે.
કેરિયર પેહલાથી જ પ્લાન હોય તો કસ્ટમાઈઝ કરી શકાય
જે વિદ્યાર્થીઓને આઈઆઈટી, પીઈટી અથવા તો નીટ જેવી એન્ટ્રન્સ પરીક્ષા આપવાની છે તેઓ માટે ઓપ્શન સહેજ પણ સારો નથી. જો કે આવી પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ આ ઓપ્શન સિલેકટ નહિઁ જ કરે. અને માની લો એક વિદ્યાર્થીએ કોર્સ કસ્ટમાઇઝ કરી લીધો છે અને એણે નક્કી કર્યું કે ગ્રેજયુએશન તેણે માસ કોમ્યુનિકેશનમાં કરવું છે અને કેરિયર પણ એ જ ફિલ્ડમાં બનાવવી છે તો તે વિદ્યાર્થી માટે કસ્ટમાઈઝ ઓપ્શન સારો રહેશે. તે કેમેસ્ટ્રીને માસ કોમથી રપિ્લેસ કરી શકે છે.
વોકેશનલ સબ્જેકટ સિલેકટ કરી શકાશે
સાયન્સ ગ્રુપનો વિદ્યાર્થી ઈચ્છે તો કોઈપણ એક સબ્જેકટને પડતો મૂકીને માસ કોમ્યુનિકેશનનો વિષય લઈ શકે છે અથવા તો કોમર્સનો વિદ્યાર્થી ઈકોનોમિકસની જગ્યાએ વોકેશનલ સબ્જેકટ્સમાંનો કોઈપણ વિષય લઈ શકે છે. આ માટે સ્ટુડન્ટ્સે કોઈ અલગથી ફી ભરવાની રહેશે નહીં. જો કે કન્ફ્યુઝન એ વાતનું છે કે જે વિદ્યાર્થીને સાયન્સમાં જવું જ નથી તો એ વિદ્યાર્થી કેમેસ્ટ્રી પસંદ જ શું કામ કરે? જો કે બોર્ડ દ્વારા લેવાયેલો આ નિર્ણય કેટલાક એવા વિદ્યાર્થીઓ માટે ચોક્કસ જ ફાયદાકારક નીવડશે જે અનુભવમાંથી શીખતા હોય છે. એટલે કે સાયન્સ લીધા પછી જ એ વિદ્યાર્થીઓને સમજાય છે કે એમના માટે કોમર્સ જ સારું હતું. સૈલેશ સુતરીયા, & પ્રીિન્સપાલ
પ્રેિકટકલી આવી શકે છે મુશ્કેલી
સૌથી પહેલો સવાલ તો એ કે ગણિત રપિ્લેસ કરી એકાઉન્ટિંગ અને ઓડિટિંગ વાંચવું છે તો ગણિત વિષય જ કેમ? એ જ રીતે કેમેસ્ટ્રી નથી વાંચવું તો વિદ્યાર્થી સાયન્સમાં એડમશિન જ કેમ લે? ચોઈસ બોર્ડ દ્વારા આપવામાં આવી છે પરંતુ પ્રેિકટકલ મુશ્કેલી અવી શકે છે. વિદ્યાર્થી લેવલે પણ અને મેનેજમેન્ટ લેવલે પણ. આજે તો ટકા વધારવા માટે વિદ્યાર્થી વિષય પસંદ કરી લે પણ આગળો તેણે કોિમ્પટેટિવ એકઝામ આપવાની હશે તો તેને મુશ્કેલી આવશે. કારણે ત્યારે વોકેશનલ કોર્સ કામમાં નહીં આવે. ટૂક સમયમાં જ કસ્ટમાઈજ ઓપ્શન શાળાઓમાં શરૂ થઈ જશે.