• Gujarati News
  • ગપ્પીદાસે કહ્યું, કયારેય ગપ્પા નહિઁ મારતા

ગપ્પીદાસે કહ્યું, કયારેય ગપ્પા નહિઁ મારતા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીવન ભારતી મંડળ સંચાલિત મો.વ.બુનકી જીવનભારતી બાળભવનના સિનિયર કેજી અને જુનિયર કેજીના બાળકોને જીવન ભારતી ટ્ર્સ્ટના સ્થાપના દિન નિમિત્તે ગપ્પીદાસ નાટક બનાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ નાટક તારોમતી પ્રવૃત્તિ વિધ્યાલય બાળભવન અને પ્રવૃત્તિ વિધ્યાલયના પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના બાળકોને પણ બતાવવામાં આવ્યું હતું. આ નાટક ભાર્ગવ જોશીની ટીમે બાળકો માટે તૈયાર કરીને ભજવ્યો હતું.
બાળકોને સ્થાપના દિન નિમિત્તે આ નાટક બતાવવાનો હેતુ એટલો જ હતો કે બાળકો પોતાના જીવનમાં તેઓ ગપ્પા કે ટોળા ટપ્પા મારીને પોતે પણ ગેર રસ્તે ન દોરાય અને સાથે બીજાને પણ ગેરરસ્તે ન દોરે અને જીવનમાં હંમેશા સત્યની રાહ પર ચાલે.સ્કૂલનો સ્થાપના દિન હોવાથી કેક કાપીને સ્થાપના દિનની ઉજવણી પણ કરવામાં આવી હતી અને નાના બાળકોથી લઈને ઉચ્ચત્તર માધ્યમિક સુધીના બધા જ બાળકોનું કેકથી મોં મીઠ્ઠુ કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત દરેક કર્મચારીઓને પણ કેક આપીને ઉજવણી કરાઇ હતી.
બાળકો ગપ્પીદાસ જોઈને એટલા બધા ખુશ થઈ ગયા હતા કે સ્કૂલ છુટ્યા બાદ પણ ગપ્પીદાસ નાટકનું થીમ સોંગ ગાઈ રહ્યાં હતા. બાળકોએ ગપ્પીદાસને મજેથી એન્જોય કર્યો હતો અને નાટક પુરું થયા પછી જીવનમાં કયારેય પણ ગપ્પા ન મારવાની
અને હંમેશા સત્યની રાહ પર ચાલવાની શીખ લીઘી હતી. ગપ્પીદાસને પણ બાળકો વચ્ચે મજા પડી હતી.