તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સાગરખેડૂઓને દરિયાઈ સુરક્ષા અંગે વાકેફ કરાયા

સાગરખેડૂઓને દરિયાઈ સુરક્ષા અંગે વાકેફ કરાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરામાં પોલીસતંત્ર દ્વારા સાગરખેડૂઓ માટે દરિયાઈ સુરક્ષા સેમિનાર યોજાયો હતો. જેમાં ૭૦૦થી વધારે સાગરખેડૂઓ હાજર રહી માર્ગદર્શન મેળવ્યું હતું.
સાગરખેડુઓનો દરિયાઈ સુરક્ષા સેમિનારમાં પોલીસના કાયદાઓ અંગે એસઓજી પી.આઈ. સી.જે.ગોસ્વામીએ માર્ગદર્શન આપતા જણાવ્યું કે, દરિયાના પ્રથમ રક્ષક માછીમારો છે. ભૂતકાળમાં બનેલા આંતકી હુમલોની વાત કરતા કહ્યું કે, આપણી બોટને આતંકીઓ નશિાન બનાવી દેશ વિરોધી પ્રવૃીત્તઓ કરવા તેઓ ઉપયોગ કરી શકે છે. જેથી માછીમારોએ સાવચેતી રાખી દરિયાઈ સુરક્ષામાં સાથ અને સહકાર આપવો. તેમણે જળસીમાનો પણ ઉલ્લઘંન નહીં કરવા અને જીપીએસ સિસ્ટમની અવગણના નહીં કરવા જણાવ્યું હતું.
નવસારી જિલ્લામાં દાંતીથી ધોલાઈ સુધીનો દરિયા કિનારો છે. માછીમારો હવે નજીકના દિવસોમાં શ્રાવણ માસના પૂનમના દિવસથી મચ્છીમારી કરવાની જ્યારે પ્રારંભ કરશે ત્યારે તેઓને કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું. જેમાં મુખ્યત્વે ફશિિંગ લાયસન્સ, બાયોમેિટ્રક કાર્ડ, જિલ્લામાં ૯૩૦૦ કાર્ડ આપી ચૂકયા છે. જીપીએસ સિસ્ટમ, લાઈફ જેકેટ, હેલ્મેટ, ટોર્ચ, દોરડા, વીએચએફ, ડઝિલનો જથ્થો રાખવો. ખલાસી અને બોટના જરૂરી દસ્તાવેજો, રજિસ્ટ્રેશન નંબર, બોટનો કલર કોડ જેમાં બોટની નીચે કે જે પાણીમાં ભાગ રહે છે તેને કાળો રંગ તથા પાણીની ઉપરના ભાગે બોટ ઉપર ભૂરો રંગ તથા કેસરી રંગની કેબિન, બંને આગળ-પાછળ ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવવો ફરજિયાત છે.