તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ખડકાળામાં સાગી લાકડા ભરેલો ટેમ્પો ઝડપાયો

ખડકાળામાં સાગી લાકડા ભરેલો ટેમ્પો ઝડપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા નજીક આવેલા ખડકાળા સર્કલ પાસેથી પોલીસે ૨૬,૦૦૦ની કિંમતના સાગી લાકડા પકડી પાડ્યા હતા આ ઉપરાંત ૪,૦૦,૦૦૦ની કિંમતનો આઇશર ટેમ્પો પણ જપ્ત કર્યો હતો.
વાંસદા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વાંસદા પોલીસને બાતમી મળી હતી કે વઘઈથી સાગના લાકડા ભરી આઈશર ટેમ્પો નં.જીજે-૧૫-એકસ-૮૨૫૫ હનુમાનબારી થઈ ખડખાળા સર્કલ નજીકથી પસાર થવાનો છે. આ બાતમીના આધારે પોલીસે ખડકાળા સર્કલ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા ટેમ્પોના ચાલકને રોકવાનું જણાવતા ચાલક ટેમ્પો સ્થળ ઉપર મૂકી ફરાર થઈ ગયો હતો.
પોલીસે ટેમ્પોમાં સવાર િકલનર સંજય નરસિંહભાઈ ઢો.પટેલ રહે.આસુરા, તળાવ ફિળયું, તા.ધરમપુરને પકડી ટેમ્પોમાં તાડપત્રી ખોલી તપાસ કરતા સાગી લાકડા નંગ ૮-૧.૩૨૬ ઘનમીટર જેની કિંમત રૂ.૨૬,૦૦૦ અને ટેમ્પોની કિંમત રૂ.૪ લાખ ગણી કુલ ૪,૨૬,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટેમ્પોચાલક વજિય અને ટેમ્પોનું પેટ્રોલિંગ કરી રહેલા બાઈકસવાર કાંતીભાઈ રહે.કેળવણી, તા.ધરમપુરને વોન્ટેડ જાહેર કર્યા હતા.