તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • આજી નદીની હદ નક્કી થયા બાદ કાયમી વિજિલન્સ પહેરો રખાશે

આજી નદીની હદ નક્કી થયા બાદ કાયમી વિજિલન્સ પહેરો રખાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં ૨૦૦૭માં એક જ દિવસમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ પડી જતાં પૂરે આજી નદીના કાંઠાના વિસ્તારોને ખેદાન મેદાન કરી નાખ્યું હતું. ઉત્તરાખંડની દુર્ઘટના બાદ દિવ્ય ભાસ્કરે આજી નદીના કાંઠે સર્વે કરતા ૧૫ હજારથી વધુ લોકો હજુ ફ્લડ એરિયામાં વસતા હોવાનો સચિત્ર અહેવાલ પ્રસિધ્ધ કર્યા બાદ તંત્રે ફ્લડ એરિયાની હદ નક્કી કરવાની કવાયત શરૂ કરી છે. હદના માકિઁગ માટે લાલ પથ્થરથી બાઉન્ડ્રી થયા બાદ બન્ને છેડે કાયમી વિજિલન્સ પોલીસનો પહેરો રાખવાનો નિર્ણય લેવાઇ રહ્યો છે.
૨૦૦૭માં એક જ દિવસમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ પડી ગયો હતો. એ દિવસે રાત્રે નદીમાં પૂર આવ્યું હતું. પૂરમાં સંખ્યાબંધ પરિવારની ઘરવખરી તણાઇ ગઇ હતી. સેંકડો લોકોને રાતોરાત સલામત સ્થળે ખસેડવા પડ્યા હતા. ન કરે નારાયણને ફરી આવો વરસાદ પડે કે પછી ઉત્તરાખંડની જેમ વાદળ ફાટે તો આ વખતે ખુવારી મોટા પાયે થાય તેમ છે.
દિવ્ય ભાસ્કરની ટીમે આજી નદી પર જઇને સર્વે કરતા ૧પ હજારથી વધુ લોકો ફ્લડ એરિયામાં વસતા હોવાનો એક સચોટ અહેવાલ પ્રસિધ્ધ કરી તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. આ અહેવાલ બાદ મહાપાલિકા અને કલેકટર તંત્ર બન્ને હરકતમાં આવી ગઇ છે અને આજી નદીની પહોળાઇ નક્કી કરી છે. મનપાની હદમાં આજી નદી ૧૧ કિ.મી.માં આવે છે. સળંગ સમાંતર હદ આવતી નથી. અમુક અમુક જગ્યાએ હદની પહોળાઇ વધ-ઘટ થાય છે. પહોળાઇની બાઉન્ડ્રી કાયમી માટે નક્કી કરવા લાલ કલરના પથ્થર ખોડવામાં આવશે.
બાઉન્ડ્રીની કામગીરી પૂર્ણ થયા બાદ નદીની બન્ને બાજુએ કાયમી વિજિલન્સ પહેરો ગોઠવી દેવાનો વિચાર સેનિટેશન ચેરમેન કેતન પટેલે રજૂ કરતા મનપાએ આ દિશામાં અમલ કરવાનું આયોજન કર્યું છે.