તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વાઘરેચ ગામ પાસે કાવેરીનો પુલ બેસી ગયાની ફરિયાદ

વાઘરેચ ગામ પાસે કાવેરીનો પુલ બેસી ગયાની ફરિયાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવી તાલુકાના વાઘરેચ પાસે કાવેરી નદી ઉપરનો પુલ અડધો ફૂટ બેસી ગયો હોવાનું તથા પુલ ઉપરનો રસ્તો પણ અમુક જગ્યાએ તૂટી ગયો હોવાની ગંભીર ફરિયાદ જિલ્લા પંચાયત સભ્યએ કરી હતી પરંતુ અધિકારીએ કોઈ જોખમ નહીં હોવાનું જણાવી ચોમાસા પછી આ પુલનું રપિેરિંગ કામ થનાર હોવાનું જણાવ્યું છે.
વાઘરેચ-ગોંયદી પાસે કાવેરી નદી ઉપરનો પુલ ૧૯૫૬માં દેશના માજી વડાપ્રધાન સ્વ. મોરારજી દેસાઈના હસ્તે ખુલ્લો મુકાયો હતો. જે વાતને આજે ૫૭ વર્ષ થયા છે. પુલની નજીક ગોંયદીમાં રહેતા જિલ્લા પંચાયત સભ્ય વિનોદભાઈ પટેલ એક દિવસ પુલ ઉપરથી જતા હતા ત્યારે એમના ધ્યાનમાં આવ્યું કે આ પુલ અડધો ફૂટ જેટલો બેસી ગયો છે અને પુલ પણ ક્યાંક તૂટી ગયેલો જોવા મળ્યો હતો. તેમણે આ વાતની ગંભીરતા સમજી રાજ્યના માર્ગ મકાન ખાતાના અધિકારી-ઉચ્ચ અધિકારીઓને તથા સ્થાનિક અધિકારીઓને ફરિયાદ કરી હતી. જે અંગે રાજ્યના ઉચ્ચ અધિકારીઓએ આ પુલના રપિેરિંગ કરવા અંગેની માહિતી મંગાવી ઉચ્ચ કક્ષાએથી આ કાર્યવાહી કરવા માંડી હતી. હાલમાં સોનવાડી પાસેનો અંબિકા નદી ઉપરનો પુલ જોખમી હોવાથી ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે તેવા સંજોગોમાં વાઘરેચ પાસેના કાવેરી નદી ઉપરના પુલ અંગે પણ લોકોમાં અનેક તર્કવિતકોg શરૂ થઈ ગયા છે.